મૌલિક ધામેચા/અમદાવાદ : ભારતીય તટરક્ષક દળનું જહાજ 'અંકિત' અરબ સમુદ્રમાં ઓપરેશનલ પેટ્રોલિંગ કરી રહ્યું હતું, ત્યારે પાકિસ્તાની માછીમારી બોટ (PFB) યાસીન પકડી પાડવામાં આવી હતી. આ બોટમાંથી 10 પાકિસ્તાની ક્રૂની ધરપકડ કરવામાં આવી હતી. ગત 8 જાન્યુઆરીના રોજ મધ્યરાત્રીએ ભારતીય જળસીમામાંથી આ બોટ પકડવામાં આવી હતી. કથિત બોટને આંતરવામાં આવી અને તેઓ શા માટે ભારતની જળસીમામાં આવ્યા હોવાની પૂછપરછ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિયર-ભાભીની કારને આંતરીને ત્રણ યુવકો ભાભીને લઈ ગયા, આખી ઘટના જાણીને પોલીસને પણ કંપારી છૂટી


જો કે બોટમાં બેઠેલા લોકો દ્વારા સંતોષકારક જવાબ નહી મળી શકવાનાં કારણે આખરે તમામની અટકાયત કરવામાં આવી હતી. ICG ના જહાજમાં બેસાડી તેમને પોરબંદર ખાતે વધારે પુછપરછ માટે કિનારે લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમની બોટ પણ જપ્ત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલિંગમાં રહેલા તટરક્ષક દળનાં ICGનું જહાજને જોતા જ પાકિસ્તાની માછીમારી બોટે ત્યાંથી નાસીને પાકિસ્તાનની જળસીમામાં જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેઓના ભાગવાના પ્રયાસને તટરક્ષક દળ દ્વારા સુજબુઝથી નિષ્ફળ બનાવ્યો હતો. 


ક્યારે સુધરશે ગુજરાતના નેતા? કોરોનાના કહેર વચ્ચે નેતાએ લોકોને મેરેથોનમાં દોડાવ્યા


અત્રે ઉલ્લેખનીય છે કે, ખુબ જ વિપરિત હવામાન હોવા છતા પણ ઘુસણખોરોને ઝડપી લીધા હતા. ICGના જહાજે વિપરિત હવામાન અને ઓછી વિઝિબિલિટીની સ્થિતિ વચ્ચે પણ તાત્કાલિક પ્રતિક્રિયા આપતા પાકિસ્તાની બોટને અટકી જવું પડ્યું હતું. તેને પકડી લેવામાં આવી હતી. કેટી બંદર ખાતે નોંધાયેલી પાકિસ્તાની માછીમારી બોટ યાસીનમાં પ્રારંભિક તપાસ દરમિયાન તેમાંથી અંદાજે 2000 કિલો માછલી અને 600 લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. ધરપકડ કરવામાં આવેલા 10 ક્રૂને વધુ વિગતવાર તપાસ અને સંયુક્ત પૂછપરછ માટે પોરબંદર લઇ જવામાં આવ્યા હતા.


અમદાવાદ કોંગ્રેસ તૂટવાની કગાર પર, એક રાજીનામુ અને કોંગ્રેસ વિપક્ષના પદથી બહાર નીકળી જશે


જ્યાં હાલ તેઓની પુછપરછ ચાલી રહી છે. આ પુછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે, આ બોટ માત્ર માછીમારી કરવા માટે ભારતીય સીમામાં પ્રવેશી હોય તેવું નથી લાગી રહ્યું. આ લોકો સંતોષકારક જવાબ પણ નથી આપી રહ્યા. માટે કોસ્ટગાર્ડ દ્વારા હવે તેમની આગવી ઢબે પુછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube