અમદાવાદ કોંગ્રેસ તૂટવાની કગાર પર, એક રાજીનામુ અને કોંગ્રેસ વિપક્ષના પદથી બહાર નીકળી જશે
અમદાવાદ શહેર કાંગ્રેસ (congress) માં ઉકળતો ચરું જેવી સ્થિતિ પેદા થઈ છે. AMCના વિપક્ષના નેતા મુદ્દે શહેઝાદખાન પઠાણ (shehzad khan pathan) નું નામ નક્કી થતા અન્ય નેતાઓની નારાજગી સામે આવી છે. આવામાં અમદાવાદ કોંગ્રેસ તૂટવાના ભણકારા વાગી રહ્યાં છે. નારાજ જૂથના 7 થી વધુ કોર્પોરેટરો રાજીનામુ આપી શકે તેવી શક્યતા છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ :અમદાવાદ શહેર કાંગ્રેસ (congress) માં ઉકળતો ચરું જેવી સ્થિતિ પેદા થઈ છે. AMCના વિપક્ષના નેતા મુદ્દે શહેઝાદખાન પઠાણ (shehzad khan pathan) નું નામ નક્કી થતા અન્ય નેતાઓની નારાજગી સામે આવી છે. આવામાં અમદાવાદ કોંગ્રેસ તૂટવાના ભણકારા વાગી રહ્યાં છે. નારાજ જૂથના 7 થી વધુ કોર્પોરેટરો રાજીનામુ આપી શકે તેવી શક્યતા છે.
અમદાવાદ (Ahmedabad) શહેર કાંગ્રેસમાં ભારે વિખવાદ પેદા થયો છે. અમદાવાદ મનપાના વિપક્ષના પદને મુદ્દે આ વિખવાદ ઉભો થયો છે. અમદાવાદ મનપાના વિપક્ષ પદે શહેઝાદખાન પઠાનનું નામ નક્કી થતા જ પક્ષમાં ગણગણાટ શરૂ થયો છે. શહેઝાદ ખાન પઠાનનું નામ નક્કી થતાં અન્ય જુથના કોર્પોરેટરોની નારાજગી સામે આવી છે. આ કારણે નારાજ જુથના સાતથી વધુ કોર્પોરેટરોએ રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે.
આ કોર્પોરેટર આપી શકે છે રાજીનામુ
- રાજશ્રી કેસરી
- જમનાબેન વેગડા
- કમળાબેન ચાવડા
- કામીની બેન કુબેરનગર
- સમીરા શેખ
- કપીલાબેન
- નિરવ બક્ષી
- તસલીમ બાબા તીરમીઝ
- ઇમ્તીયાઝ ભાઇ
જો સાતથી વધુ કોર્પોરેટર રાજીનામુ આપેતો મનપામાં કોંગ્રેસનું સંખ્યા બળ ઘટી જશે અને તેનો આંકડો 19 ની નીચે જઈ શકે છે. જો વિપક્ષમાં કોંગ્રેસનું સંખ્યા બળ 20 ની નીચે જાય તો કાંગ્રેસ વિપક્ષનું પદ ગુમાવી શકે છે.
અમદાવાદ શહેરના ચાર ધારાસભ્યોના બે જુથના કારણે શહેર કાંગ્રેસ ભંગાણના આરે આવી ગયુ છે. શનિવારે યોજાયેલી બેઠકમાં પણ બે ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. જે કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ હોવાનું બતાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે