રક્ષિત પંડ્યા, રાજકોટ: કોરોના વાયરસસ (Covid-19)થી બાળકો અને વૃદ્ધોને સૌથી વધુ ખતરો છે. કોરોના (Coronavirus) વિરૂદ્ધ જ્યારે દેશમાં કાર્યવાહી શરૂ થઇ તો સૌથી પહેલાં સ્કૂલ બંધ કરવામાં આવી હતી. રાજકોટમાં એક સ્કૂલે લોકડાઉનના નિયમના ધજાગરા ઉડાવતાં સ્કૂલ ખોલી દીધી હતી. સ્કૂલમાં હજારો બાળકો પણ એકઠા થઇ ગયા અને આખુ ગુજરાત કોરોનાને સામે લડાઇ લડી રહ્યું છે ત્યારે આ લડાઇમાં ગુજરાત ફરી પાછળ ધકેલાઇ ગયું.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરતાં સ્કૂલ ખોલી દેવાની ઘટના સામે આવી છે. સ્કૂલ દ્વારા બાળકોને પરિણામ લેવા માટે બોલાવવામાં આવ્યા હતા. રિઝલ્ટ લેવા માટે આવેલા લગભગ 100 બાળકો સ્કૂલમાં એકઠા થયા હતા. આ ઘટનાએ સ્થાનિક વહિવટીથી માંડી રાજ્ય સરકારના હોંશ ઉડાવી દીધા છે. 

રાજકોટમાં પ્રાથમિક શાળામાં લોકડાઉનના લીરેલીરા


ઘટના અંગે રાજકોટની જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન ડી પરડરિયાએ કહ્યું કે ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે. દોષી વ્યક્તિ વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના રાજકોટ જિલ્લાના પારડી વિસ્તારની એક સ્કૂલની છે. ઘણા બાળકો સાથે તેમના વાલીઓ પણ આવ્યા હતા. 


સ્કૂલમાં સોશિયલ ડિસ્ટેંસિંગનું બિલકુલ પાલન કરવામાં આવ્યું ન હતું. બાળકો એકબીજા પાસે ઉભા હતા. કેટલાક બાળકોએ માસ્ક પણ પહેર્યા ન હતા. તો કેટલાક બાળકો સ્કૂલના મેદાનમાં રમતા જોવા મળ્યા હતા. સ્કૂલમાં ભેગા થયેલા બાળકો અને તેમના વાલીઓ પણ કોરોનાના ખતરાને નજર અંદાજ કરતાં જોવા મળ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર