આજથી શાળાઓ ખૂલી : નવી શિક્ષણ નીતિથી 35 દિવસના વેકેશન બાદ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
Schools Reopen : આજથી રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત... 35 દિવસના ઉનાળા વેકેશન બાદ ફરીથી શરૂ થઈ શાળાઓ,,, આજથી આરટીઓ ચલાવશે સ્કૂલ વાન ચેકિંગ અભિયાન...
School Van Charge Hike Big Decision : ગુજરાતમાં આજથી વર્ષ ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક કાર્યનો શુભારંભ થયો છે. શાળાઓના પ્રાંગણ વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગુંજી ઉઠ્યા છે. છેલ્લા દોઢ મહિનાથી શાળાઓમાં અવકાશ હતો. ત્યારે 35 દિવસના વેકેશન બાદ શાળાઓ શરૂ થઈ છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૧૦ માટે નવા નિયમ દાખલ કરાયા છે. ધોરણ 10 મા બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે તો ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ AB અથવા સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મળી શકશે. ધોરણ 10 બેઝીક ગણિત હશે. તો વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ માટે યોગ્યતા ચકાસી પ્રવેશ અપાશે. 2024 -25 શૈક્ષણિક સત્ર થી વિદ્યાર્થીઓને આનો લાભ મળશે. નવી શિક્ષણ નિતિ પ્રમાણે શૈક્ષણિક વર્ષનો શુભારંભ કરાયો છે.
સુરતમાં પણ આજથી પ્રાથમિક અને માધ્યમિક વિભાગની સ્કૂલ શરૂ થઈ ગઈ છે. નવા શૈક્ષણિક સત્રની આજથી શરૂઆત તો થઈ, પણ નાના ભૂલકાઓમાં હજી આળસ જોવા મળી હતી. વાલીઓમાં ખુશી જોવા મળી કે સ્કૂલ શરૂ થઈ. 35 દિવસ બાદ સ્કૂલ શરૂ થઈ છે. ત્યારે નાના ભૂલકાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.
લીલા તોરણે વધાવો! ગુજરાતમાં ચોમાસું આવ્યું, આગામી 48 કલાક ભારે, આ આગાહી તબાહી લાવશે
વડોદરામાં પણ પહેલાં જ દિવસે સ્કુલમાં વિધાર્થીઓની પૂરતી હાજરી જોવા મળી છે. સ્કૂલ શરૂ થતાં વિધાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો. વિધાર્થીઓએ કહ્યું, લાંબા વેકેશન બાદ આજે ફરી સ્કૂલમાં આવ્યા છીએ. સ્કૂલમાં આવીને સારું લાગે છે, મિત્રોને ફરી મળવાનું થયું. વેકેશનમાં ખુબ મજા કરી હવે ભણવા પર ફોકસ કરીશું. તો સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું, વેકેશન બાદ ફરીથી સ્કૂલ વિધાર્થીઓથી ભરાઈ છે. ખાલી લાગતી સ્કૂલમાં ફરીથી પ્રાણ ફૂંકાયો છે.
રાજકોટમાં આજથી શાળા શરૂ થઈ તે પહેલા વાલીઓને તકલીફ પડી હતી, સ્કૂલ વાન દ્વારા સ્વૈચ્છિક બંધનો સામનો કરવો પડ્યો છે. RTO દ્વારા નિયમો કડક કરતા નવા શિક્ષણિક ક્ષત્રના દિવસે જ સ્કૂલ વાન બંધ કરાઈ છે. અમુક સ્કૂલ વાનો, બસ અને રીક્ષામાં મંજૂરી કરતા વધુ વિદ્યાર્થીઓ ભરેલા જોવા મળ્યા હતા. ZEE 24 કલાકનું ખાનગી સ્ફુલો બહાર રિયાલિટી ચેક કરવામા આવ્યું. તમામ સ્કૂલોને રજીસ્ટ્રેશન માટે સૂચનાઓ અપાઈ છે. રાજકોટ શહેરમાં અંદાજીત 10000 સ્કૂલ વાન હોવાનો અંદાજ છે. સ્કૂલ વાનો, બસ અને રિક્ષામાં RTO નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યાં. શું આજ સુધી RTO અને ટ્રાફિક પોલીસ ઉંઘતી રહી ? સ્કૂલ વાન ચાલકોએ કહ્યું, CNG સ્કૂલ વાનમાં ગેસ સિલિન્ડર ઉપર બાંકડા નાખવાની ના પાડી તો ક્યાં ફિટ કરવું. સ્કૂલ વાનમાં અત્યારે 1200 થી 1400 રૂપિયામાં માસિક ફી લઈ છીએ. જો કડક નિયમ અમલવારી કરાવશે તો વાલીઓએ 3000 સુધી ફી ચૂકવવી પડશે.
ભવ્યાતિભવ્ય જીત બાદ કોંગ્રેસ કરશે ગેનીબેનનું સન્માન, આવી છે તૈયારીઓ