વડોદરા : DEOના નાક નીચે વિદ્યાર્થીઓ વગર 5 વર્ષથી સરકારી ગ્રાન્ટ ખાતી શાળા પકડાઈ
વડોદરામાં વિદ્યાર્થીઓ વગર ચાલતી શાળા ઝડપાઈ છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં માત્ર કાગળ પર વિદ્યાર્થીઓ દર્શાવી સરકાર પાસેથી ગ્રાંટ મેળવતી શાળા સામે આવી છે. ત્યારે ડીઈઓ કચેરી દ્વારા આ સ્કૂલ સામે લાલ આંખ કરીને તરત પગલા લેવા સૂચન આપવામાં આવ્યા છે.
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં વિદ્યાર્થીઓ વગર ચાલતી શાળા ઝડપાઈ છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં માત્ર કાગળ પર વિદ્યાર્થીઓ દર્શાવી સરકાર પાસેથી ગ્રાંટ મેળવતી શાળા સામે આવી છે. ત્યારે ડીઈઓ કચેરી દ્વારા આ સ્કૂલ સામે લાલ આંખ કરીને તરત પગલા લેવા સૂચન આપવામાં આવ્યા છે.
સુરતની આ 3 મહિલાઓના સાહસને સલામ, બાઈક પર 25 દેશોની સફર કરશે
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના તરસાલી વિસ્તારમાં જીવન સંસ્કાર નામની શાળા આવેલી છે. આ શાળા છેલ્લા પાંચ વર્ષથી ધમધમી રહી છે, એ પણ વિદ્યાર્થીઓ વગર. સ્કૂલમાં માત્ર ચોપડા પર જ વિદ્યાર્થીઓ બતાવવામાં આવતા હતા. પાંચ વર્ષથી ડીઈઓ કચેરીને અંધારામાં રાખીને આ શાળા શિક્ષણ વિભાગ પાસેથી મોટી રકમની ગ્રાન્ટ પડાવતી હતી. સમગ્ર મામલે ડીઈઓ કચેરીએ શાળાની માન્યતા રદ કરવા માટે શિક્ષણ વિભાગને ભલામણ કરી છે. જીવન સંસ્કાર શાળામાં એક પણ વિદ્યાર્થી આવતો ન હતો, તેમ છતાં શાળા ચલાવાતી હતી. ડીઈઓ કચેરી દ્વારા રિપોર્ટ તૈયાર કરી શાળાની નોંધણી રદ્દ કરવા શિક્ષણ બોર્ડને ભલામણ કરવામાં આવી છે.
સુરતમાં ઊલટી ગંગા વહી : વિકાસની સાથે વાહનોની સંખ્યા વધવાને બદલે ઘટી
ત્યારે સવાલ એ થાય છે કે, શહેરમાં એક એવી સ્કૂલ ચાલે છે, જેમાં બાળકો આવતા જ નથી, તેવું શિક્ષણ વિભાગને માલૂમ ન જ હોય તેવુ કેવી રીતે બને. શું શિક્ષણ વિભાગ દ્વારા ઓનગ્રાઉન્ડ રિસર્ચની કોઈ જ કામગીરી કરવામાં આવતી નહિ હોય. જેથી એક સ્કૂલ સરકારની તિજોરીમાંથી મોટી રકમ મેળવી રહી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :