યોગીન દરજી/નડિયાદ :નડિયાદના ડભાણ ગામની શાળામાં ધો.5માં અભ્યાસ કરતી બે બાળકીઓ સાથે સ્કુલ વાન ચાલકે અડપલા કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. સંત ઉર્સુલા સ્કુલના ધો.5ની આ વિદ્યાર્થીનીઓ શાળાએથી છુટી ત્યાર બાદ સ્કુલ વાન ચાલકે બાળકીઓને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાની વાનમાં બેસાડી હતી. જ્યા આ હવસખોરે બાળકીઓ સામે અશ્લીલ વીડિયો ચાલુ કરી તેમની સાથે અડપલા કરવાનું શરૂ કરી દીધુ હતુ. જોકે ડરી ગયેલી બાળકીઓએ ઘરે આવી પોતાના પરિવાજનોને સમગ્ર ઘટના અંગે જાણ કરતા સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોચ્યો હતો. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી લીધી છે. 


આઉટસોર્સિંગ કર્મચારીઓનું થતું શોષણ અટકાવવા ગૃહમાં નીતિન પટેલે કરી મોટી જાહેરાત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ પોલીસ દ્વારા આરોપીની સામે માત્ર નામ પૂરતી કાયર્વાહી કરવામાં આવતી હોઇ પોલીસ કાયર્વાહીથી અસંતુષ્ઢ પરીવારજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ આરોપીને જામીન ન મળે તે માટે રજૂઆત કરી હતી. જો આરોપીને જામીન મળી ગયા તો પછી સામાન્ય જનતા તેની રીતે ન્યાય કરશે તેવી ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.


30 મિનીટ સુધી શખ્સે ઊંઘતી મહિલાના શરીર સાથે કર્યા અડપલા, CCTVમાં કેદ થઈ હરકત  


આ ઘટના પોલીસ પાસે આવતા જ ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેના બે દિવસના રીમાન્ડ પણ મેળવ્યા હતા. જે બાદ આરોપીને પોલીસે કસ્ટડીમાં મોકલી આપેલ છે. આરોપી સામે જધન્ય ગુનો હોય પોસ્કોની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


જોકે બીજી તરફ પોલીસનું કહેવું છે કે, આરોપી સામે પોસ્કોની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેથી તેને વહેલાસર જામીન ન મળે. તેમજ આ બનાવ સંવેદનશીલ હોઇ આરોપીને જામીન ન મળે તે દિશામાં પોલીસ કાર્યવાહી કરશે તેવી હૈયાધારણા આપી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક