30 મિનીટ સુધી શખ્સે ઊંઘતી મહિલાના શરીર સાથે કર્યા અડપલા, CCTVમાં કેદ થઈ હરકત

અમદાવાદના વાડજ વિસ્તારમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મહિલાઓ હવે ઘરના આંગણામાં પણ સલામત નથી તેવો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના વાડજ વિસ્તામાં એક મહિલાના આંખમાં ચીકણો પદાર્થ નાંખી તેની છેડતી કરવામાં આવી હતી. મહિલા જાગી જતા આરોપીએ તેને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી.

Updated By: Feb 27, 2020, 03:00 PM IST
30 મિનીટ સુધી શખ્સે ઊંઘતી મહિલાના શરીર સાથે કર્યા અડપલા, CCTVમાં કેદ થઈ હરકત

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના વાડજ વિસ્તારમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મહિલાઓ હવે ઘરના આંગણામાં પણ સલામત નથી તેવો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના વાડજ વિસ્તામાં એક મહિલાના આંખમાં ચીકણો પદાર્થ નાંખી તેની છેડતી કરવામાં આવી હતી. મહિલા જાગી જતા આરોપીએ તેને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી.

આઉટસોર્સિંગ કર્મચારીઓનું થતું શોષણ અટકાવવા ગૃહમાં નીતિન પટેલે કરી મોટી જાહેરાત

પ્રાપ્ત માહિતી અનુસાર, આ બનાવ અમદાવાદના વાડજ વિસ્તારનો છે. જ્યાં એક મહિલા પોતાના ઘરની બહાર સૂતી હતી. ત્યારે એક શખ્સ તેની પાસે આવ્યો હતો. આ શખ્સે લગભગ 30 મિનીટ સુધી મહિલાના શરીર સાથે અડપલા કર્યા હતા. એટલું જ નહિ, તેણે મહિલાના આંખમાં કોઈ ચીકણો પદાર્થ પણ નાંખ્યો હતો. શખ્સે ઊંઘતી મહિલા સાથે છેડતી કરી હતી. ત્યારે મહિલા અચાનક જાગી ગઈ હતી. 

જરા પણ શરમ ન આવી ક્રુર લોકોને, ત્યજી દેવાયેલી બાળકીના શરીર પર ઢગલાબંધ ઈજાના નિશાન મળ્યાં

મહિલા અચાનક જાગી જતા જ શખ્સ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પરંતુ મહિલા અને તેના પતિએ પીછો કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીનું નામ રજની વાઘેલા હોવાનું સામે આવ્યું છે. તો પાડોશી મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં શખ્સની આ હરકત કેદ થઈ ગઈ હતી. પોલીસે આ મકાનમાંથી સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે યુવક મહિલાની છેડતી કરી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક