અતુલ તિવારી/ અમદાવાદ: દિવાળી વેકેશન બાદ આવતીકાલથી ફરી એકવાર સ્કૂલો શરૂ થઇ રહી છે. આજે સત્તાવાર દિવાળી વેકેશનનો અંતિમ દિવસ હતો. કાલથી શાળામાં શિક્ષકોએ હાજર થવાનું રહેશે. રાજ્યની સ્કૂલોમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કર્યું હતું. સરકાર દ્વારા શિક્ષકોને 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન આપ્યું હતું. ત્યારે દિવાળી વેકેશન પૂર્ણ થતાં ફરી એકવાર બાળકોના ઓનલાઇન ક્લાસ પણ શરૂ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાષ્ટ્રપતિના આગમન પહેલા કેવડિયામાં ફરી 18000 લોકોના થશે કોરોના ટેસ્ટ


કોરોના મહામારી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધી બાળકો સ્કૂલોમાં જઈ અગાઉની જેમ અભ્યાસ કરી શક્યા નથી. ત્યારે સરકારના નિર્ણય મુજબ 23 નવેમ્બરથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખુલશે. એવામાં તમામ તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવશે. જો કે, કોરોનાના કેસમાં વધારો નોંધાતા સ્કૂલો ઓફલાઇન શરૂ કરવા મામલે વાલીઓ હાલ રાહ જોવાના મૂળમાં છે. ત્યારે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવાનો નિર્ણય હજૂ થોડો મોડો કરે તેવી વાલીઓની માંગ છે.


આ પણ વાંચો:- Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો નવા 1281 દર્દીઓ નોંધાયા, 8 દર્દીના મોત


જો કે, 23 નવેમ્બરથી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ તેમજ સ્કૂલો શરૂ કરવા મામલે સરકાર દ્વારા કેટલીક ચોક્કસ ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. સોમવાર, બુધવાર અને શુક્રવારે જ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવી શકાશે. મંગળવાર, ગુરુવાર અને શનિવારે જ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવી શકાશે. જે વિદ્યાર્થી સ્કૂલમાં આવે તેની પાસેથી વાલી તરફથી લેખિતમાં સંમતિપત્ર લેવાનું રહેશે.


આ પણ વાંચો:- રાજ્યમાં કોરોના બેડની સંખ્યા પર રાજીવ કુમાર ગુપ્તાના નિવેદન અને AMCના ટ્વીટમાં મોટો તફાવત


જે વિદ્યાર્થી કલાસમાંના જોડાય તેમના માટે ઓનલાઈન કલાસ ફરજીયાત ચલાવવાના રહેશે. કોઈપણ સંક્રમિત અથવા લક્ષણ ધરાવતા વિદ્યાર્થી કે કર્મચારી સ્કૂલમાં ના પ્રવેશે તેની જવાબદારી સત્તાધિકારીએ લેવાની રહેશે. કન્ટેઇનમેન્ટ ઝોનની શાળા ખુલશે નહીં, કે આ વિસ્તારમાંથી વિદ્યાર્થી કે કર્મચારી સ્કૂલે આવી પણ શકશે નહીં. આ ઉપરાંત વિદ્યાર્થીઓ તેમજ તમામ કર્મચારીઓએ ફેસ માસ્ક ફરજિયાત પહેરવાના રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube