રાષ્ટ્રપતિના આગમન પહેલા કેવડિયામાં ફરી 18000 લોકોના થશે કોરોના ટેસ્ટ

કેવડિયામાં ફરી 18000 લોકોના કોરોના ટેસ્ટ થશે. દેશના રાષ્ટ્પતિ આવવાનાને કારણે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આજથી આરોગ્ય વિભાગની ટિમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. 48 જેટલી આરોગ્ય વિભાગની ટિમ દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આરોગ્ય વિભાગે ગાંધીનગરમાંથી 10 હજાર રેપીડિટેસ્ટ કીટ મંગાવાઇ છે. એક તરફ રાજ્યમાં કોરોના કહેર વધી રહ્યો છે. ત્યારે બીજી બાજુ સરકાર દ્વારા sou પાસે કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે. 25,26 અને 27 વિધાનસભા, રાજ્યસભા અને લોકસભાના સ્પીકર સહિત અન્ય અધિકારીઓનો સેમીનાર યોજવવાનો છે. 26મીના રોજ PM મોદી અને ગ્રહમંત્રી અમિત શાહ પણ આ કોન્ફરન્સમાં આવી શકે છે જેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

Updated By: Nov 18, 2020, 09:45 PM IST
રાષ્ટ્રપતિના આગમન પહેલા કેવડિયામાં ફરી 18000 લોકોના થશે કોરોના ટેસ્ટ

જયેશ દોશી/ નર્મદા: કેવડિયામાં ફરી 18000 લોકોના કોરોના ટેસ્ટ થશે. દેશના રાષ્ટ્પતિ આવવાનાને કારણે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આજથી આરોગ્ય વિભાગની ટિમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. 48 જેટલી આરોગ્ય વિભાગની ટિમ દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આરોગ્ય વિભાગે ગાંધીનગરમાંથી 10 હજાર રેપીડિટેસ્ટ કીટ મંગાવાઇ છે. એક તરફ રાજ્યમાં કોરોના કહેર વધી રહ્યો છે. ત્યારે બીજી બાજુ સરકાર દ્વારા sou પાસે કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે. 25,26 અને 27 વિધાનસભા, રાજ્યસભા અને લોકસભાના સ્પીકર સહિત અન્ય અધિકારીઓનો સેમીનાર યોજવવાનો છે. 26મીના રોજ PM મોદી અને ગ્રહમંત્રી અમિત શાહ પણ આ કોન્ફરન્સમાં આવી શકે છે જેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:- Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો નવા 1281 દર્દીઓ નોંધાયા, 8 દર્દીના મોત

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી શકે છે. 25 અને 26 નવેમ્બરના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાત લઇ શકે છે. રાજ્યમાં યોજાનાર સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રપતિ ગુજરાત આવી શકે છે. આ કોન્ફરન્સમાં દેશની તમામ વિધાનસભા સ્પિકર હાજર રહેશે. 26 નવેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્પીકર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સ લોકસભા સ્પિકરના અધ્યક્ષ સ્થાને યોજાઈ રહી છે અને તેમાં દેશની તમામ વિધાનસભાના અધ્યક્ષો હાજરી આપશે. 

આ પણ વાંચો:- રાજ્યમાં કોરોના બેડની સંખ્યા પર રાજીવ કુમાર ગુપ્તાના નિવેદન અને AMCના ટ્વીટમાં મોટો તફાવત

આ કોન્ફરન્સમાં ભાગ લેવા અને તેનું અધ્યક્ષ પદ સંભાળવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ગુજરાતની મુલાકાતે આવશે. 25 નવેમ્બરના રોજ મોડી સાંજ સુધીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત આવશે. ત્યારબાદ 26 નવેમ્બરના સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. આ સ્પિકર ફોન્ફરન્સમાં હાજરી આપશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળશે. ગુજરાતમાંથી પણ વિધાનસભા અધયક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ હાજરી આપશે. આ ઉપરાંત મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલ પણ હાજરી આપશે. આ ગુજરાત માટે મહત્વની સ્પીકર કોન્ફરન્સ ગણાશે. જેથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતના મહેમાન બનશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube