ઝી મીડિયા/બ્યૂરો :અમરેલી જિલ્લામાં હાલ કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને ધ્યાને લઇ સઘન તપાસ કરતા જાણવા મળ્યું છે કે, મોટાભાગના પોઝિટિવ કેસો સુરત જિલ્લામાં, અમદાવાદ જિલ્લામાં કે મુંબઈથી આવેલા લોકોના છે. જેથી સુરત, અમદાવાદ અને મુંબઈથી આવતા વાહનો અને મુસાફરોનું સઘન મેડિકલ ચેકઅપ તે અત્યંત જરૂરી બન્યું છે. જેના અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ આયુષ ઓક દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, સુરત, અમદાવાદ કે મુંબઈથી આવતા તમામ મુસાફરો અને વાહનોને આવવા માટે લાઠીની ચાવંડ ચેકપોસ્ટ ખાતે આરોગ્ય ચકાસણી અને સ્ક્રીનિંગ કરાવી અમરેલી જિલ્લામાં પ્રવેશવા ફરમાવ્યું હતું. સુરત, અમદાવાદ કે મુંબઈથી આવતા વાહનો અને મુસાફરો ચાવંડ ચેકપોસ્ટ સિવાય અન્ય કોઈ પણ સ્થળેથી પ્રવેશ કરી શકશે નહિ.


સુરત : અંતિમવિધિનો વિવાદ વકરતા સ્મશાન ગૃહની બહાર ચોકી પહેરો ગોઠવાયો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાવંડ ચેકપોસ્ટ પરથી નથી ચાલતી તેવી એસટી બસોના મુસાફરોને વિવિધ જગ્યાએથી ચેકિંગ કરાવીને આવવું પડશે. આ માટે વિવિધ રુટ નક્કી કરાયા છે. સુરત જિલ્લા, અમદાવાદ જિલ્લા કે મુંબઈમાંથી આવનાર મુસાફરોએ અમરેલી જિલ્લામાં પ્રવેશ્યા બાદ તેમનું હેલ્થ સ્ક્રીનિંગ ન થાય ત્યાં સુધી કોઈ મુસાફરોએ વાહનમાંથી નીચે ઉતરવાનું નથી.


બાઉન્સર્સ વચ્ચે HSC પરીક્ષાનું ઉત્તરવહી અવલોકન શરૂ, વાલી-વિદ્યાર્થી ઉઠે એટલે ખુરશી સેનેટાઈઝ કરાય છે 


  • કૃષ્ણનગર-સાવરકુંડલા વાયા પાલીતાણા -જેસર 

  • કૃષ્ણનગર-સાવર કુંડલા વાયા પાલીતાણા-જેસર 

  • ખેડબ્રહ્મા- સાવરકુંડલા વાયા ગારીયાધાર-લીલીયા. આ બસોના મુસાફરોએ સાવરકુંડલા તાલુકાના વંડા ખાતે ચકાસણી સ્ક્રીનિંગ કરાવવાનું રહેશે

  • કૃષ્ણનગર-જાફરાબાદ વાયા ભાવનગર-રાજુલા

  • કૃષ્ણનગર-ઉના વાયા ભાવનગર-રાજુલા બંને બસોના મુસાફરોએ રાજુલાના ડુંગર ખાતે આરોગ્ય ચકાસણી સ્ક્રીનિંગ કરાવવાનું રહેશે 


વડોદરાના ચોંકાવનારા ખબર, કોરોનાના દર્દી માટે 34 હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી


જોકે, જાહેનામામાં એમ પણ કહેવાયું છે કે, આ હુકમ સરકારી ફરજ પરના વાહનો, આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ વાહનો, ઈમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલ વાહનો તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વખતો વખત જાહેર કરવામાં આવતી આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વાહનોને લાગુ પડશે નહિ. આ જાહેરનામુ 16 જુલાઈથી 31 જુલાઈ સુધી અમલમાં ગણાશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર