કોરોના વાયરસને લઇ વડોદરા કોર્ટ હાથ ધરાયું સ્ક્રીનીંગ
કોરોના વાયરસે સમગ્ર દેશ દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે વડોદરા કોર્ટ પણ બાકાત નથી, કોર્ટ સંકુલમાં મોટી સંખ્યામાં અરજદારો તેમજ વકીલો આવતા હોય છે. ત્યારે વકીલ મંડળ દ્વારા તકેદારીના ભાગ રૂપે આરોગ્ય વિભાગમાં રજુઆત કરવામાં આવી હતી
હાર્દિક દીક્ષિત, વડોદરા: કોરોના વાયરસે સમગ્ર દેશ દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે વડોદરા કોર્ટ પણ બાકાત નથી, કોર્ટ સંકુલમાં મોટી સંખ્યામાં અરજદારો તેમજ વકીલો આવતા હોય છે. ત્યારે વકીલ મંડળ દ્વારા તકેદારીના ભાગ રૂપે આરોગ્ય વિભાગમાં રજુઆત કરવામાં આવી હતી કે કોર્ટ સંકુલમાં પણ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવે.
આ પણ વાંચો:- રાજસ્થાન ગયેલા ધારાસભ્યોને લઇ નિતિન પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...
વકીલોની રજુઆતના પગલે આયોગ્ય વિભાગની ટિમ દ્વારા આજે કોર્ટ સંકુલના મુખ્ય ગેટ પર અરજદારો તેમજ વકીલોને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા કોર્ટ સંકુલમાં આવતા તમામ લોકોની આંખોની તપાસ તેમજ શરીરના તાપમાનની તપાસ કરવામાં આવી રહી છે.
Live TV:-