ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં સી પ્લેન ઉડે તે પીએમ મોદી (PM Modi) નુ સપનુ હતું. જે આખરે સાકાર થયું હતું. 31 ઓક્ટોબરે એક્તા દિવસ પર તેઓએ સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેન (sea plane) નુ ઉદઘાટન કર્યું હતું. પરંતુ મેઈન્ટેન્સ માટે એપ્રિલ મહિનામાં માલદીવ્સ ગયેલું સી પ્લેન હજી સુધી પરત ફર્યુ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત 31 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સી પ્લેનનુ ઉદઘાટન કરાયું હતું. ગુજરાતમાં સી પ્લેન ઉડે તે પીએમ મોદીનુ સપનુ હતું. જે આખરે સાકાર થયું હતું. 31 ઓક્ટોબરે એક્તા દિવસ પર તેઓએ સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેનનુ ઉદઘાટન કર્યું હતું. પરંતુ એક મહિનાના ગાળામાં જ સી પ્લેન બંધ થયું છે. સી પ્લેનને મેઈનટેનન્સ માટે માલદીવ્સ (Maldives) લઈ જવાયું હતું. તેના બાદ લગભગ દર મહિને મેઈન્ટેનન્સ માટે માલદીવ્સ મોકલવામાં આવતુ હતું. છેલ્લે 9 એપ્રિલના રોજ સી પ્લેન માલદીવ્સ મોકલાયુ હતું. ત્યારથી સી પ્લેન ગુજરાત પરત આવ્યુ નથી. જોકે, આ પ્લેન ક્યારે આવશે તેની પણ હજી સુધી જાહેરાત કરાઈ નથી.


આ પણ વાંચો : માત્ર 5 વર્ષના સુરતી ટબૂકડાને યુટ્યુબ પર ફોલો કરે છે 1.80 લાખ લોકો 


સાત મહિના બાદ પણ માલદીવ્સ ગયેલુ સી પ્લેન હજી સુધી ગુજરાત લાવવામાં આવ્યુ નથી. તેને લગભગ 200 જેટલા દિવસો વીતી ગયા છે. કોરોનાની બીજી લહેરમાં સી પ્લેન સેવા સ્થગિત કરાઈ હતી. પરંતુ કોરોનાના કેસ ઓછા થતા ગુજરાતના તમામ પ્રવાસન સ્થળો ખુલ્લા કરી દેવાયા છે. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity) પણ ખુલ્લુ છે, જ્યાં આ સી પ્લેન સેવા શરૂ કરાઈ છે. છતા હજી સુધી સી પ્લેન ગાયબ છે. 


ઉલ્લેખનીય છે કે, સ્પાઈસ જેટ દ્વારા આ સી પ્લેન સર્વિસ સંચાલિત છે. ત્યારે અમદાવાદમાં આ સેવા પુનઃ ક્યારે શરૂ થશે એ નક્કી નથી. જોકે, પ્લેન ક્યારે પાછુ આવશે તે વિશે કોઈપણ બોલવા તૈયાર નથી.