• ગત 31 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સી પ્લેનનુ ઉદઘાટન કરાયું હતું. ગુજરાતમાં સી પ્લેન ઉડે તે પીએમ મોદીનુ સપનુ હતું.


અર્પણ કાયદાવાલા/અમદાવાદ :31 ઓક્ટોબરે શરૂ કરાયેલી બહુચર્ચિત સી પ્લેન સેવા બંધ થઈ છે. સી પ્લેન (sea plane) ને સર્વિસ માટે પુનઃ માલદીવ લઈ જવાયું છે. ત્યારે અમદાવાદમાં આ સેવા પુનઃ ક્યારે શરૂ થશે એ નક્કી નથી. જોકે, પ્લેન ક્યારે પાછુ આવશે તે વિશે કોઈપણ બોલવા તૈયાર નથી. ગત 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રીએ આ સર્વિસ શરૂ કરાવી હતી. ત્યારે એક મહિના કરતા પણ ઓછા સમયમાં જ સી પ્લેન સેવા બંધ થઈ છે. 


આ પણ વાંચો : રાજકોટ આગકાંડના પ્રાથમિક તપાસમાં ખુલાસો, ઈલેક્ટ્રીક ગેઝેટમાં આગ લાગી હોવાની શક્યતા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માલદીવ્સથી ક્યારે આવશે તે ખબર નથી 
ગત 31 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સી પ્લેનનુ ઉદઘાટન કરાયું હતું. ગુજરાતમાં સી પ્લેન ઉડે તે પીએમ મોદીનુ સપનુ હતું. જે આખરે સાકાર થયું હતું. 31 ઓક્ટોબરે એક્તા દિવસ પર તેઓએ સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેનનુ ઉદઘાટન કર્યું હતું. પરંતુ હજી એક મહિનો પણ થયો નથી, ત્યાં સી પ્લેન બંધ થયું છે. સી પ્લેનને મેઈનટેનન્સ માટે માલદીવ્સ લઈ જવાયું છે. જોકે, તે ક્યારે આવશે તેની જાણકારી અપાઈ નથી. સ્પાઈસ જેટ દ્વારા આ સી પ્લેન સર્વિસ સંચાલિત છે. સી પ્લેન માલદીવ્સ માટે મેઈનટેનન્સ માટે ગયુ છે. ત્યાંથી કામ પૂર્ણ થતા જ પરત આવશે. 


આ પણ વાંચો : કેડિલા પ્લાન્ટની અંદરની તસવીરો, જ્યાં પીએમ મોદીએ કર્યું કોરોના વેક્સીનનું નિરીક્ષણ



મોટી મોટી જાહેરાતો બાદ પહેલી ઉડાનમાં 3 ક્રૂ-મેમ્બર્સ અને માત્ર 6 પેસેન્જર સાથે સી-પ્લેને કેવડિયાની ઉડાન ભરી હતી. જ્યારે પેસેન્જર નહીં મળતાં બીજી ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી હતી. જોકે, બાદમાં સી પ્લેન સેવા રેગ્યુલર થઈ હતી.