એક મહિનો બંધ રહેલ સી પ્લેન આખરે ઉડાન ભરશે, 3 વાર બદલાઈ તારીખ
- 28 નવેમ્બરથી સી પ્લેન સેવા બંધ હતી
- શરૂઆતમાં સી-પ્લેનને ગણ્યાગાંઠ્યા જ પેસેન્જર મળ્યા હતા
- 30 ડિસેમ્બર અને પછીની સફર માટે ટિકિટનું બુકિંગ શરૂ કર્યું
ઝી મીડિયા/બ્યૂરો :ગત 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રીએ આ સર્વિસ શરૂ કરાવી હતી. ત્યારે એક મહિના કરતા પણ ઓછા સમયમાં જ સી પ્લેન સેવા બંધ થઈ હતી. એક મહિનો આ સી પ્લેન (sea plane) સેવા બંધ રહી હતી. ત્યારે હવે તેને ફરી ચાલુ થવા અંગેના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદથી કેવડિયા (kevadia) વચ્ચેની સી પ્લેન સેવા હવે 30 ડિસેમ્બરથી ફરીથી શરૂ થશે. ત્યારે સી પ્લેનમાં કેવડિયા જવા માંગતા મુસાફરોની આતુરતાનો આખરે અંત આવ્યો છે.
આ પણ વાંચો : પાલનપુરના તબીબને ગર્ભવતી મહિલાના ઓપરેશનના ફોટો વાયરલ કરવું ભારે પડ્યું
30 ડિસેમ્બર પછીની સફર માટે ટિકિટનું બુકિંગ શરૂ કરાયું
સી પ્લેન સેવા શરૂ થવાની તારીખ એક જ મહિનામાં 3 વખત બદલવામાં આવી છે. 28 નવેમ્બરથી સી પ્લેન સેવા બંધ હતી. જે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં શરૂ થવાની હતી. ત્યાર બાદ 27 ડિસેમ્બર તારીખ નક્કી કરવામાં આવી હતી અને આજે નવી તારીખ 30 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. સ્પાઈસ જેટના અધિકારીના જણાવ્યા મુજબ, એરલાઈન્સે 30 ડિસેમ્બર અને પછીની સફર માટે ટિકિટનું બુકિંગ શરૂ કર્યું છે. આ બુકિંગ ઓનલાઈન કરાયું છે. જોકે, શરૂઆતમાં સી-પ્લેનને ગણ્યાગાંઠ્યા જ પેસેન્જર મળ્યા હતા. ત્યારે હવે 30 ડિસેમ્બર બાદ વધુ મુસાફરો મળે તેવી આશા છે.
આ પણ વાંચો : જિપ્સીમાં સવાર થઈને વહેલી સવારે સિંહ દર્શન કરવા નીકળ્યો આમિર ખાન, 3 કલાક જંગલમાં વિતાવશે
સી પ્લેનને મેઈન્ટેનન્સ માટે માલદીવ્સ જવુ પડે છે
ગત 31 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સી પ્લેનનુ ઉદઘાટન કરાયું હતું. ગુજરાતમાં સી પ્લેન ઉડે તે પીએમ મોદીનુ સપનુ હતું. જે આખરે સાકાર થયું હતું. 31 ઓક્ટોબરે એક્તા દિવસ પર તેઓએ સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેનનુ ઉદઘાટન કર્યું હતું. પરંતુ હજી એક મહિનો પણ થયો ન હતો, ત્યાં સી પ્લેન બંધ થયું હતું. સી પ્લેનને મેઈનટેનન્સ માટે માલદીવ્સ લઈ જવાયું હતું. જોકે, તે ક્યારે આવશે તેની જાણકારી અપાઈ નથી. સ્પાઈસ જેટ દ્વારા આ સી પ્લેન સર્વિસ સંચાલિત છે. સી પ્લેન માલદીવ્સ માટે મેઈનટેનન્સ માટે મોકલાયું હતું. ત્યાંથી કામ પૂર્ણ થતા જ પરત આવશે તેવું અધિકારીઓ દ્વારા જણાવાયું હતું. એરલાઈન્સના અધિકારીએ જણાવ્યું કે, હાલમાં એરક્રાફ્ટના મેન્ટેન્સની સુવિધા અમદાવાદમાં નથી. અમદાવાદમાં સી-પ્લેનના મેન્ટેનન્સ માટેની સુવિધા શરૂ કરવા જરૂરી માળખું તૈયાર કરાઇ રહ્યું છે. એકવાર મેન્ટેનન્સ વર્કશોપ શરૂ કરાયા બાદ સી-પ્લેનનું મેન્ટેનન્સ અહીં જ કરાશે. વધુમાં એરક્રાફ્ટનું મેન્ટેનન્સ દર મહિને કરવું જરૂરી છે.