રક્ષિત પંડ્યા/રાજકોટઃ રાજકોટના રૈયા રોડ પર આવેલ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલ ખાતે આજ રોજ મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. દર વખત ની જેમ આ વખતે પણ રાજકોટ મનપાની સામાન્ય સભા હંગામી બની હતી. જેમાં શાસક અને વિપક્ષ આમને સામને આવી આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા હતા. રાજકોટ મનપાની આજની સામાન્ય સભામાં કોંગ્રેસના 21 અને ભાજપના 20 નગરસેવકોના અલગ અલગ 81 પ્રશ્નો મુકવામાં આવ્યા હતા. કોરોનાના વધતા કેસ અને મૃત્યુ આંક તેમજ વરસાદના પગલે ગેરેન્ટેડ રસ્તાનું ધોવાણ થઇ ગયા હોવાનું જણાવી વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમયે સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટરોએ રસ્તા પર પડેલ ખાડાના ફોટા સાથેના બેનરો અને કોરોનાની સાચી માહિતી દર્શાવોના બેનર બતાવી વિરોધ નોંધાવ્યો હતો. જો કે શાસક પક્ષ દ્વારા વિપક્ષના વિરોધને પાયા વિહોણો ગણાવી ચોમાસા બાદ રસ્તાનું સમારકામ પૂર્ણ કરી દેવાની ખાતરી મીડિયા સાથે વાતચીતમાં આપી હતી. 


કોરોનાના નાશ કરતા ગણેશ અને કેરળમાં હાથણીની ઘટના પર બનેલી ગણપતિની મૂર્તિ બની આકર્ષણનું કેન્દ્ર   


એટલું જ  નહીં રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડે તો કોંગ્રેસ પક્ષને રાવણના વંશજો ગણાવી વિપક્ષના તમામ આક્ષેપો ફગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે દર વખતની જેમ આ વખતે પણ પ્રજાના એક પ્રશ્નની ચર્ચા કરવાના બદલે નેતાઓએ એક બીજા પર આક્ષેપ બાજી કરી આજની સામાન્ય સભા પૂર્ણ કરી દીધી હતી જે એક શરમજનક બાબત કહી શકાય.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube