Gujarat Government : લોકસભાની ચૂંટણી આવતા જ રાજકીય પક્ષો એક્વિટ થયા છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાના નેતાઓને પ્રજાઓની વચ્ચે જવા અને તેમની મદદ માટેની સૂચના આપી છે. ત્યારે આ વચ્ચે રાજ્ય સરકાર એક્ટિવ બની છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેવુ કામ કરે છે, કામ કરે છે કે નથી કરતા તે ચેક કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં નેતાઓની વોચ રાખવામાં આવશે. આ તમામ માહિતી ગુપ્ત રીતે ગાંધીનગર પહોંચાડવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજુ ચાર પાંચ દિવસ પહેલાં જ ગુજરાત સરકારે એક પરિપત્ર જાહેર કરેલો કે તમામ અધિકારીઓએ ચૂંટાયેલાં જનપ્રતિનિધિ (ધારાસભ્ય, સાંસદ, જિલ્લા કે તાલુકા પંચાયત પ્રમુખો, નગરપાલિકા પ્રમુખો વગેરે વગેરે)ના ફોન નંબર સેવ રાખવા. તેમના ફોન અચૂક ઉપાડી જવાબ આપવા અને જો મીટીંગ બીટીંગમાં બીઝી હો તો પીએ મારફતે મેસેજ આપવો કે સાહેબ મીટીંગમાંથી ફ્રી થઈને તમને તુરંત વળતો ફોન કરશે. ત્યારે હવે ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યો, જે-તે જિલ્લાના અધિકારીઓ કેવા કેવા કામની ભલામણ કરે છે અને કેવી રીતે કામગીરી કરે તેનો એક રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે. તેનું મૂલ્યાંકન તમામ જિલ્લાઓના વડા અધિકારીઓએ તેનો ગુપ્ત રિપોર્ટ સીધો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચાડવાનો રહેશે.


સ્માર્ટ સિટી એવોર્ડમાં સુરતનો ડંકો વાગ્યો, ઈન્દોર પછી દેશનું બીજુ સૌથી સ્માર્ટ સિટી


સરકાર દ્વારા દરેક જિલ્લા કક્ષાએ ગુપ્ત આદેશ આપવામાં આવ્યો છે. જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામનો રિપોર્ટ સોંપવામા આવશે. આ રિપોર્ટમાં જણાવવાનું રહેશે કે, તેમના સ્થાનિક નેતાઓ કેવી રીતે કામ કરે છે. 


આ કરવા પાછળનું કારણ એ છે કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીઓ સાથે તોછડું વર્તન કરતા હોવાનું સામે આવ્યુ હતું. તેમજ પોતાનું કામ કઢાવવા માટે અધિકારીઓ સાથે ખરાબ વહેવાર કરતા હતા. તેમજ પોતાનું ધારેલુ કામ જ થવુ જોઈએ તેવો આગ્રહ રાખતા હતા. આ બાબતની અનેક ફરિયાદો ઉઠી હતી. તેથી જ સરકારના કેટલાક મુખ્ય વિભાગના જિલ્લાના વડા અધિકારીઓને આ રિપોર્ટ સોંપવાની જવાબદારી અપાઈ છે. સાથે જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીઓ પર રૌફ જમાવતા હતા, જેથી અધિકારીઓને પણ નારાજગી સામે આવી છે. 


4 દિવસમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો, આ છે તેલના લેટેસ્ટ ભાવ


જોકે, બીજી તરફ સરકારની આ વ્યવસ્થાની જાણ નેતાઓને થઈ ગઈ હોવાનું ચર્ચાય છે. તેથી નેતાઓેએ પણ પોતાનું વર્તન સુધાર્યુ હોય તેવુ દેખાય છે. અધિકારીઓના રિપોર્ટની સરકાર ને પક્ષમાં ગંભીરતાથી નોંધ લેવામાં આવી રહી છે. દર મહિને દરેક વિભાગના અધિકારીઓ પોતાના હસ્તકના રિપોર્ટ સરકારમાં સોંપે છે. આ રિપોર્ટ સીધો મુખ્યમંત્રી સુધી પહોંચે છે. 


UK સરકારે ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો મોટો ઝટકો, દેશમાં એન્ટ્રી પર મૂક્યો આ રીતે કાપ