નવી દિલ્હી: એવા ગુપ્તચર અહેવાલ છે કે પાકિસ્તાની કમાન્ડો સરહદી રાજ્ય ગુજરાતમાં સાંપ્રદાયિક અશાંતિ ફેલાવવા અને આતંકવાદી હુમલો કરવા માટે કચ્છના રસ્તે સમુદ્રી માર્ગે ભારતમાં ઘૂસણખોરી કરી શકે તેવી શક્યતા છે. ભારતીય તટરક્ષક (કોસ્ટગાર્ડ) દ્વારા કચ્છના અખાતના તમામ પોર્ટ અને શિપ્સ ઓનરને અલર્ટ રહેવાની એક એડવાઈઝરી જાહેર  કરવામાં આવી છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાનમાથી ટ્રેનિંગ લઈને આવેલા કેટલાક કમાન્ડો ગલ્ફ ઓફ કચ્છના સમુદ્રી વિસ્તારોમાંથી ઘૂસણખોરી કરી શકે છે. જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ ગુજરાતના તમામ મોટા બંદરો અદાણી પોર્ટ, પંડિત દિનદયાળ ઉપાધ્યાય (કંડલા)  પોર્ટ, પીપાવાવ પોર્ટ, અને સમુદ્રી  કિનારે આવેલી રિફાઈનરીઓને સતર્ક રહેવાના આદેશ આપ્યા છે. બીએસએફ, ઈન્ડિયન કોસ્ટગાર્ડ, અને અન્ય સુરક્ષા એજન્સીઓને પણ સતર્ક રહેવાના આદેશ અપાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ VIDEO



તમામ પોર્ટે પોતાના શિપ હોલ્ડરને સુરક્ષાના નિયમોનું પાલન કરવાનો આગ્રહ કર્યો છે. કચ્છના સરક્રીક, હરામી નાળા સહિત અનેક સમુદ્રી વિસ્તારોમાં હાઈ અલર્ટ જાહેર કરાયેલી છે. ઈન્ટેલિજન્સના સૂત્રોના જણાવ્યાં મુજબ બીએસએફ, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને અન્ય સિક્યુરિટી એજન્સીઓ આ ઈનપુટ બાદ હાઈ અલર્ટ પર છે. ઈનપુટ મુજબ પાકિસ્તાનના ટ્રેઈન્ડ SSG કમાન્ડો કે આતંકીઓ કચ્છના અખાત અને સરક્રીક વિસ્તારમાંથી નાની બોટ દ્વારા સમુદ્ર માર્ગે ગુજરાતમાં પ્રવેશી શકે છે. ઈનપુટ બાદ પેટ્રોલિંગ અને નિગરાણી ચુસ્ત કરી દેવાયા છે. 


જુઓ LIVE TV



ZEE NEWS એડવાઈઝરી: તમામ ભારતીય નાગરિકોને આગ્રહ છે કે કૃપા કરીને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ/વ્યક્તિઓ કે ગતિવિધિ/ગતિવિધિઓને જોઈને સતર્ક થઈ જાય અને તત્કાળ નજીકના પોલીસ સ્ટેશને સૂચિત કરે.