Bharuch News : ભરુચના ભોલાવ જીઆઇડીસીમાં નર્મદા પેકેજીંગ કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં મોટો ખુલાસો થયો છે. કંપનીમાં કામ કરતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા જ કંપનીમાં આગ લાગડવામાં આવી હતી. આ આગમાં એકસાથે બે કંપનીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. પોલીસે આગ લગાડવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. જેમાં સિક્યુરિટી ગાર્ડ કેવી રીતે આગ લગાવી તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બન્યુ હતું
તારીખ 22 માર્ચના હોજ ભરૂચના ભોલાવ જીઆઈડીસીમાં આવેલી નર્મદા પેકેજિંગ અને આશાપુરા ટ્રેડિંગમાં આગ લાગી હતી. આ કંપનીઓ પિતા-પુત્રની હતી. આ આગ એટલી ભીષણ હતી કે, બે દિવસ બાદ કાબૂમાં આવી હતી. આગમાં બંને કંપનીઓ સંપૂર્ણપણે હોમાઈ ગઈ હતી. આગમાં બંને ફેક્ટરીના માલિકને 11 કરોડનું નુકસાન થયુ હતું. તેમજ 11 કર્મચારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. તેથી પોલીસે કંપનીમાં લાગેલા સીસીટીવી તપાસ કરતા જાણવા મળ્યું કે, કંપનીના સિક્યુરિટી ગાર્ડે જ આગ લગાવી હતી. ત્યારે પોલીસે હાલ તેના સીસીટીવી જાહેર કર્યાં છે.  


જુનિયર ક્લાર્કની પરીક્ષાની આ રહી A To Z માહિતી, તમારા માટે બહુ જ કામની સાબિત થશે


મારી દીકરીઓ શોધી આપો, 51 દિવસથી ગુમ દીકરીઓને શોધવા પિતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો


સીસીટીવીમાં સ્પષ્ટ દેખાયું 
સિક્યુરિટી ગાર્ડે કયા કારણોસર આગ લગાડી તે હજી જાણી શકાયુ નથી. પરંતું સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સિક્યોરિટી ગાર્ડ સ્કૂટર પર આવે છે, થોડીવાર તે આમ તેમ ફરે છે. ત્યાર બાદ માચીસથી પ્લાસ્ટિકના જથ્થામાં આગ લગાડે છે. જોતજોતામાં આગે વધુ રૂપ ધારણ ક્રયુ હતુ.  



આગમાં 11 કરોડનું નુકસાન
આગ પર કાબૂ મેળવવા માટે ભરૂચ નગરપાલિકા, GNFC, NTPC ઝનોર, આરતી ઇન્ડસ્ટ્રીઝ, અંકલેશ્વર નોટિફાઈડ, પાનોલી ઇન્ડસ્ટ્રીઝ, દહેજ સહિતના જિલ્લાના 20થી વધુ ફાયરબ્રિગેડના ફાયર ટેન્ડરો, લાશ્કરો સાથે ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે એના ધુમાડા 5 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા.


ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીની જાહેરાત, હાઈકોર્ટમાં નીકળી ઢગલાબંધ નોકરીઓ