મધ્ય ગુજરાતની SSG હોસ્પિટલ ફરી વિવાદમાં, સિક્યોરિટી સ્ટાફે દર્દીના સ્વજનને માર માર્યો
એસએસજી હોસ્પિટલના ન્યૂ સર્જિકલ વોર્ડ પાસે આ ઘટના બની હતી. જેમાં સારવાર દરમિયાન અન્ય દર્દીઓને વચ્ચે ઘૂસાડાતા હોવાનો આરોપ દર્દીના સ્વજનોએ કર્યો હતો. જેમાં સિક્યુરિટી કર્મચારીએ સ્વજનને માર માર્યો હતો
રવિ અગ્રવાલ/વડોદરા :મધ્ય ગુજરાતની સૌથી મોટી SSG હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં સિક્યુરિટી કર્મચારી દર્દીના સંબંધીને ફટકારતો હોવાનો વીડિયો વાયરલ (viral video) થયો છે. આ વીડિયોમાં સિક્યોરિટી કર્મચારીઓ દર્દીના સંબંધીને બેરહેમીથી ફટકારતાં નજરે પડી રહ્યો છે. સિક્યુરિટી કર્મીઓ દર્દીના સંબંધી પર લાકડી લઈ તૂટી પડ્યા હતા. સાથે જ સંબંધીને લાંફા પણ ઝીંક્યા હતા. સમગ્ર વીડિયોમાં એક મહિલા આજીજી કરતી રહી પણ, સિક્યુરિટી કર્મીઓએ તેના સંબંધી પર દંડાવાળી ચાલુ જ રાખી હતી. જોકે, સમગ્ર વીડિયો મામલે હોસ્પિટલના સુપરિટેન્ડન્ટે તપાસ શરૂ કરી છે.
એસએસજી હોસ્પિટલના ન્યૂ સર્જિકલ વોર્ડ પાસે આ ઘટના બની હતી. જેમાં સારવાર દરમિયાન અન્ય દર્દીઓને વચ્ચે ઘૂસાડાતા હોવાનો આરોપ દર્દીના સ્વજનોએ કર્યો હતો. જેમાં સિક્યુરિટી કર્મચારીએ સ્વજનને માર માર્યો હતો.
આ પણ વાંચો : સુરતના આહીર પરિવારને પાવાગઢ દર્શન પહેલા મળ્યુ મોત, હોસ્પિટલમાં લાશોની લાઈન પડી
વડોદરાની સયાજી હોસ્પિટલમાં દર્દીના સંબંધીને માર મારવાનો મામલો સુપરિટેન્ડન્ટ સુધી પહોંચ્યો છે. હોસ્પિટલના સિક્યોરિટી કર્મચારીઓએ દર્દીના સ્વજનને માર માર્યો હતો. ત્યાર હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે સમગ્ર મામલે તપાસ શરૂ કરી માર મારનારા સિક્યોરિટી કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે. ત્યારે સિક્યોરિટી ગાર્ડે મારામારી મામલે નિવેદન આપ્યું કે, દર્દીના સંબંધીએ પહેલા મારામારીની શરૂઆત કરી હતી. તેણે સિક્યોરિટી કર્મચારીઓને અપશબ્દો કહ્યા હતા.