સુરતમાં ગંદકી જોઈ હર્ષ સંઘવી વિફર્યા, મહિલાઓને કહ્યું; `હાથમાં લાકડી લઈને બેસો, કોઈ ગંદકી નહી કરે`
આજે સવારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સુમન આવાસ ખાતે પહોંચ્યા હતા. સુમન આવાસ ગંદકી જોઈ ગૃહપ્રધાન હર્ષ સંઘવી વિફર્યા હતા. આવાસમાં માવાની પિચકારીઓ અંગે મહિલાઓએ હર્ષ સંઘવીને ફરિયાદ કરી હતી.
ઝી ન્યૂઝ/સુરત: સુરત તાજેતરમાં જ સ્વસ્છતા માટે દેશમાં બીજું સ્થાન મળ્યું છે. પણ આ એવોર્ડ માટે ખરેખર સુરલ લાયક છે? આ સવાલ ખુદ સુરત શહેરના નાગરિકો જ નહીં, રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉઠાવી રહ્યા છે. કારણ કે સુરતની વાસ્તવિક સુરત કંઈક અલગ જ ચિત્ર બતાવી રહ્યું છે. સુરત શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ઠેરઠેર ગંદકી અને ઉકરડા જોવા મળી રહ્યા છે. સુરતના સુમન આવાસમાં ગંદકી જોતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિફર્યા છે. તેમણે મહિલાઓને જણાવ્યું છે કે, હાથમાં લાકડી લઈને બેસો તો કોઈ ગંદકી નહીં કરે..
આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજે સવારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સુમન આવાસ ખાતે પહોંચ્યા હતા. સુમન આવાસ ગંદકી જોઈ ગૃહપ્રધાન હર્ષ સંઘવી વિફર્યા હતા. આવાસમાં માવાની પિચકારીઓ અંગે મહિલાઓએ હર્ષ સંઘવીને ફરિયાદ કરી હતી. ત્યારે હર્ષ સંઘવીએ મહિલાઓને કીધું કે, હાથમાં લાકડી લઈને બેસો, કોઈ માવાની પિચકારીથી બિલ્ડીંગ અને લિફ્ટમાં ગંદકી કરશે નહીં.
વર્ષ 2026 સુધીમાં સુરત અને બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન દોડશે, જાણો કયા કેન્દ્રીયમંત્રીએ કરી મોટી જાહેરાત?
મહિલાઓએ હર્ષ સંઘવીને આવાસના પુરુષો દ્વારા કરવામાં આવતી ગંદકી અંગે ફરિયાદ કરતા હર્ષ સંઘવીએ કાર્યવાહી માટે અશ્વાસ પણ આપ્યું છે.
'હું એક અઠવાડિયામાં જ રાજકારણમાં...', રાજકોટમાં CR પાટિલ અને નરેશ પટેલ સાથે દેખાયા બાદ મોટું નિવેદન
આવાસમાં ગાર્ડનની જગ્યાએ લોકો વાહનો પાર્ક કરાતા પણ હર્ષ સંઘવીએ વિફર્યા હોવાની માહિતી મળી છે. હર્ષ સંઘવીએ ગાર્ડનને વ્યવસ્થિત બનાવવા 5 લાખ રૂપિયાની તાત્કાલિક ગ્રાન્ટ આપી હતી. એટલું જ નહીં, મહિલાઓએ કહ્યું કે, આવાસમાં પુરુષો માવો ખાઈ જાહેરમાં થૂંકતા હોય છે. જેના પર હર્ષ સંઘવીએ કડકાઈ દર્શાવતા જણાવ્યું હતું કે હાથમાં લાકડી લઈને બેસો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube