વર્ષ 2026 સુધીમાં સુરત અને બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન દોડશે, જાણો કયા કેન્દ્રીયમંત્રીએ કરી મોટી જાહેરાત?
Bullet Train: પીએમ નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ ગણાતા બુલેટ ટ્રેનનું નિર્માણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે કેન્દ્રીય રેલ્વે સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરતના અંતરોલી નજીક નિર્માણ પામી રેહલ બુલેટ રેલ્વે સ્ટેશનનું ઇન્સ્પેકસન કર્યું હતું. સાથે રેલ્વે અને ટેક્ષટાઇલ મંત્રી દર્શના જારદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Trending Photos
સંદીપ વસાવા/સુરત: કેન્દ્રીય રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવનો ગુજરાત પ્રવાશે છે. સુરતમાંથી પસાર થયી બુલેટ ટ્રેન પ્રોજેકટની સમીક્ષા કરી હતી. સાથે એક મોટી જાહેરાત પણ કરી દીધી છે. પ્રથમ બુલેટ ટ્રેન 2026 સુધીમાં દોડશે. સુરતથી બીલીમોરા વચ્ચે પ્રથમ ટ્રેન શરૂ કરાશે. બુલેટ સ્ટેશન અતિઆધુનિક સુવિધા સજ્જ હશે.
પીએમ નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ ગણાતા બુલેટ ટ્રેનનું નિર્માણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે કેન્દ્રીય રેલ્વે સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરતના અંતરોલી નજીક નિર્માણ પામી રેહલ બુલેટ રેલ્વે સ્ટેશનનું ઇન્સ્પેકસન કર્યું હતું. સાથે રેલ્વે અને ટેક્ષટાઇલ મંત્રી દર્શના જારદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી અશ્વિની વૈષ્ણવે ઇન્સ્પેકસન દરમિયાન પ્રોજેક્ટના અધિકારીઓ સાથે રાખીને તમામ વિગતો મેળવી હતી. અને અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરી હતી કે 2026 સુધી સુરત થી બીલીમોરા સુધી બુલેટ ટ્રેન શરૂ કરવામાં આવશે. કામગીરી ખુબજ સારી રીતે ચાલી રહી છે. જલ્દીથી કામગીરી પૂર્ણ થશે.
અંતરોલી ખાતે નિર્માણ પાણી રહેલ બુલેટ રેલ્વે સ્ટેશન ખુબજ અતિ આધુનિલ સુવિધા સજ્જ હશે. આ સ્ટેશન ૪૮૦૦૦ સ્કવેર મિતર માં સ્થપાશે, મલ્ટી લેવલ સાથે ૨ ફ્લોર હશે. ખાસ સુરતમાં ડાયમંડ વ્યવસાય ને ધ્યાનમાં રાખીને ડાયમન્ડ કટ ડિઝાઇન રાખવમાં આવી છે જે ડાયમન્ડ સીટી તરીકે જાણીતા સુરત ને રિપ્રેઝનેટ કરશે, સાથે સાથે સેન્ટ્રલ એર કંડીશનર હશે તેમજ બિઝનેસ લોગ પણ બનાવવાં આવશે, તેમજ બેબી કેર રૂમ પણ બનાવવામાં આવશે. આમ એકદમ અતિ આધુનિક સુવિધા સજ્જ આ બુલેટ ટ્રેન સ્ટેશન હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે