પ્રેમલ ત્રિવેદી/પાટણ: હારીજ તાલુકાના પીપલાણા ગામે ખેતરમાં નશીલા ગેરકાયદેસર અને બિન અધિકૃત ભાંગ-ગાંજા અને અફીણની ખેતી ઝડપાઈ છે. પાટણ એસ.ઓ.જી અને હારીજ પોલીસે લીલા ગાંજાના છોડ અને અફિણનાં લીલા ડોડવા મળી કુલ 70.42 લાખનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સને ઝડપી પડ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણ એસ.ઓ.જી ટીમ અને હારીજ પોલીસે બાતમીના આધારે હરીજ તાલુકામાં આવેલું પીપલાણા ગામની સીમમાં એક ખેતરમાં રેડ કરી હતી. રેડ કરવા ગયેલને બાતમી મળી હતી કે, એક ઇસમે ખેતરમાં નસિલો બિન અધિકૃત અફીણ અને ગાજાઁનું વાવેતર કરેલ છે. જેના આધારે એસઓજી અને હરીજ પોલીસ દ્વારા સંયુક્ત રેડ કરતાં બેથી અઢી વિધામાં એરંડાની આડમાં વાવેતર કરેલા ગાંજો અને અફીણનો પોસડોડાનો જથ્થો ઝડપી પડતા વિસ્તારમાં હાહાકાર મચી છે.


ગુજરાતમાં નકલી નોટો પ્રવેશ કરાવાનું કૌભાંડ, 100ના દરની 515 નોટો ઝડપાઇ


ખેતરમાંથી લીલા ગાંજાના છોડ 1079.400 કિલો ગ્રામ જેની કિંમત રૂપિયા 64,76,400 લાખ અને અફિણનાં લીલા ડોડવા જે 113.200 કિલોગ્રામ જેની કિંમત રૂપિયા.5,66,000 લાખ થાય છે આમ બને નશીલા અને બીનાધીકૃત કહેવાતા અફીણ ગાંજાના કુલ રૂપિયા.70.42. લાખનો મુદ્દામાલ સાથે ઠાકોર જીવણજી નામના ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.