ગુજરાતમાં નકલી નોટો પ્રવેશ કરાવાનું કૌભાંડ, 100ના દરની 515 નોટો ઝડપાઇ

સુરત ગ્રામ્યમાંથી ડુપ્લીકેટ ચલણી નોટ ઝડપાઈ છે. સુરત એસ.ઓ.જી પોલીસે 100ના દરની ૫૧૫ ડુપ્લીકેટ નોટ સાથે એક શખ્શને ઝડપી પાડ્યો છે જ્યારે શખ્શને વોન્ટેડ જાહેર કર્યો છે. ભારતના અર્થતંત્રને તોડવા ભારતીય બજારમાં મોટા પ્રમાણમાં ભારતીય ચલણી નોટો ઘુસાડવામાં આવે છે.
 

ગુજરાતમાં નકલી નોટો પ્રવેશ કરાવાનું કૌભાંડ, 100ના દરની 515 નોટો ઝડપાઇ

કિરણસિંહ ગોહિલ/સુરત: સુરત ગ્રામ્યમાંથી ડુપ્લીકેટ ચલણી નોટ ઝડપાઈ છે. સુરત એસ.ઓ.જી પોલીસે 100ના દરની ૫૧૫ ડુપ્લીકેટ નોટ સાથે એક શખ્શને ઝડપી પાડ્યો છે જ્યારે શખ્શને વોન્ટેડ જાહેર કર્યો છે. ભારતના અર્થતંત્રને તોડવા ભારતીય બજારમાં મોટા પ્રમાણમાં ભારતીય ચલણી નોટો ઘુસાડવામાં આવે છે.

ગુજરાત પોલીસ ઠેરઠેર રેડ કરી ડુપ્લીકેટ નોટ ઝડપી પાડી કાર્યવાહી કરતી હોય છે. ત્યારે સુરત ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસ અને પેરોલ ફ્લો પોલીસને બાતમી મળતા સુરતના કડોદરા વિસ્તારમાંથી મહુવાના કરચેલીયા ગામના રાકેશ શંકર શાહ નામના યુવાન પાસેથી 100ના દરની 515 ભારતીય ચલણની ડુપ્લીકેટ નોટ ઝડપી પાડી હતી.

છોટાઉદેપુર: હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર સહિત ત્રણના મોત

પોલીસ તપાસમાં આરોપી રાકેશ શાહને આ નોટ બારડોલીના વિશાલ નામના યુવાને આપી હોવાનું બહાર આવ્યું હતું. હાલતો પોલીસ વોન્ટેડ આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. ત્યારે હવે વિશાલ પકડાય પછીજ આ આખો મામલો બહાર આવશે. પોલીસનું માનવું છે, કે આ કેસમાં મોટુ કૌભાંડ બહારે આવે તેવી શક્યતાઓ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news