રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: ગુજરાતી ફિલ્મજગત, કલાકારો અને કલાજગતને પ્રોત્સાહન આપતા અને આગામી મે મહિનામાં અમેરિકા ખાતે ત્રીજીવાર આયોજિત ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (આઇજીએફએફ)માં પ્રદર્શન માટે શોર્ટ ફિલ્મ અને હેરિટેજ ફિલ્મ કેટેગરીમાં કચ્છની ઐતિહાસિક ધરોહર એવા રાજાશાહીના ઇતિહાસ અને કવિ કલાપીની કવિતાઓ સાથે જોડાયેલા "રોહા ફોર્ટ-એક વિસરાતી વિરાસત'' પર બનેલી દસ્તાવેજી ફિલ્મની પસંદગી થઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છ યુનિવર્સિટીનાં ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટનાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને કલા-દિગ્દર્શન સાથે જોડાયેલા ડૉ. કનિષ્ક શાહ અને તેમની ટીમ દ્વારા તૈયાર થયેલી દસ્તાવેજી ફિલ્મની પસંદગી થઇ છે. અગાઉ પણ પ્રોફેસર દ્વારા તૈયાર તેમની શૉર્ટ ફિલ્મ "રિબૂટીંગ મહાત્મા'' પસંદ થઈ હતી જેને લોસ એંજલસ અને ન્યૂ જર્સીમાં દર્શાવાઈ હતી. રોહા ફોર્ટ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરના આગામી 20થી 22મી મે દરમ્યાન યોજાનારા ગુજરાતી ફિલ્મોત્સવમાં પ્રીમિયર સાથે પ્રદર્શિત થશે અને 22મીના પુરસ્કાર સમારોહમાં એવોર્ડ માટે પસંદગીની આશા પણ જાગી છે.



ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ 2023માં સ્કૂલો ક્યારથી શરૂ કરાશે? શાળા સંચાલક મંડળે નિર્ણયને આવકાર્યો


ફિલ્મ ''રોહા ફોર્ટ-એક વિસરાતી વિરાસત'' વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાત ફિલ્મ ફેસ્ટિવલ (આઇજીએફએફ) 2022માં કેટેગરીમાં નોમિનેટ થઈ છે. અગાઉ 2019માં ડો.કનિષ્ક શાહની શોર્ટ ફિલ્મ પસંદ થયા બાદ આ જ રીતે બીજીવાર શોર્ટ ફિલ્મ નોમિનેટ થતાં કચ્છને એવોર્ડ મળવાની આશા બંધાઈ છે. ફિલ્મમાં ડાયરેક્ટર અને સ્ક્રિપ્ટ ડો. શાહે તૈયાર કરી હતી. વક્તા તરીકે ડો. આલાપ અંતાણી, ફોટોગ્રાફી મોહીત સોનીએ, બેક ગ્રાઉન્ડ સંગીત સાહીલ ઉમરાણિયાએ, ગ્રાફીક ડીઝાઈન સોહૈલ મિસ્ત્રીએ અને હાર્દિક સોલંકીએ સોશિયલ મીડિયા સહયોગ આપ્યો છે.


આ નવતર વિચારને વિવેચકોએ ખૂબ વખાણ્યો હતો. મહોત્સવની સત્તાવાર પસંદગીમાં જજ તરીકે લેખક જય વસાવડા, કવિ સૌમ્ય જોષી, અભિનેત્રી ગોપી દેસાઇ અને દિગ્દર્શક ફારુકી મિત્રી રહ્યા હતા. આ ફેસ્ટિવલ 20મીથી ત્રણ દિવસ અમેરિકાના જ્યોર્જિયા એટલાન્ટમાં યોજાશે.


સાબરમતી નદીના પ્રદુષણ વિવાદ મામલે કોર્ટેમાં જોઈન્ટ ટાસ્ક ફોર્સનો રિપોર્ટ રજૂ કર્યો, કોર્ટ મિત્રે એવો ખુલાસો કર્યો કે....


આપણને અનેક એવી ઐતિહાસિક વિરાસતો જોવા મળી જશે, જે આપણને કલાત્મક બનાવટની સાથોસાથ વિતી ગયેલા સમયની રહેણી કહેણી કેટલી સુંદર હતી તેના પૂરાવા આપે છે.કચ્છ જિલ્લમાં અનેક કિલ્લાઓ આવેલા છે. આવો જ એક કિલ્લો કચ્છના હાર્દ સમા ભુજથી 50 કિ.મી દૂર આવેલો છે. જે પોતાની અંદર અનેક ઇતિહાસને છૂપાવીને બેસેલો છે અને આ કિલ્લા વિશે ભાગ્યે જ આપણને ક્યાંય વાંચવા મળે છે. કચ્છના ભુજ નજીક આવેલા રોહા ફોર્ટ અદભુત, બેનમૂન કલા કારીગરીનો સંગ્રહ છે.



અલાદ્દીન ખિલજી સાથેના યુદ્ધમાં અલાઉદ્દીન ખિલજીએ સુમરા કુળની આશરે એકસો વીસ રાજપૂત રાજકુમારીઓને આશ્રયની માંગ કરી હતી. યુધ્ધમાં મૃત્યુ પામેલા અબડાસાના જાગીરદાર અબડાની 120 સુમરા રાજપૂત રાજકુમારીઓએ આશ્રય સ્થાન મેળવ્યું હતું. પછીથી તમામ રાજકુમારીઓએ અહીં સમાધિ લીધી હતી, તેથી આ સ્થળ સુમરી રોહા તરીકે પણ ઓળખાય છે.


ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ તો હદ વટાવી! વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મહિલાએ ધમકી અને છેડતીની ફરિયાદ નોંધાઈ


ગુજરાતના પ્રખ્યાત કવિ કલાપીએ રોહાની ટેકરી પર શાંત અને રમણીય વાતાવરણમાં કવિતાઓ લખી છે. રોહામાં મોર અને અન્ય પક્ષીઓ હજુ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. રોહાનો કિલ્લો હવે કચ્છનું એક જોવાલાયક સ્થળ ગણાય છે. અનેક ઇતિહાસને છૂપાવીને આ કિલ્લો બેસેલો છે જેને જાણવું જરૂરી છે. આજે કચ્છની સૌથી મોટી જાગીર નામશેષ રહી છે આપણી આવનારી પેઢીને આ પણ જોવા ના મળે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube