સાબરમતી નદીના પ્રદુષણ વિવાદ મામલે કોર્ટેમાં જોઈન્ટ ટાસ્ક ફોર્સનો રિપોર્ટ રજૂ કર્યો, કોર્ટ મિત્રે એવો ખુલાસો કર્યો કે....

સાબરમતી નદીમાં છોડાતાં ગંદા પાણી અને ગટરના પાણીમાં પ્રદૂષિતતાનું પ્રમાણ વધ્યું હોવાનો પણ રિપોર્ટ કોર્ટમાં રજૂ થયો છે. કોર્પોરેશને કોર્ટને જણાવ્યું કે, શહેર ભરમાં 970 કિલોમીટરની વરસાદી પાણીની લાઈનો નંખાઈ છે.

સાબરમતી નદીના પ્રદુષણ વિવાદ મામલે કોર્ટેમાં જોઈન્ટ ટાસ્ક ફોર્સનો રિપોર્ટ રજૂ કર્યો, કોર્ટ મિત્રે એવો ખુલાસો કર્યો કે....

ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં સાબરમતી નદી પ્રદૂષણ મામલે હાથ ધરાયેલી સુનાવણીમાં ફરી એકવાર હાઈકોર્ટે પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. સાબરમતી નદીના પ્રદૂષણનો વિવાદ મામલે હાઈકોર્ટે નિમેલી જોઈન્ટ ટાસ્ક ફોર્સનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાયો છે. જેમાં અમદાવાદના 10માંથી 5 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કાર્યક્ષમતા સુધરી હોવાનો રિપોર્ટમાં દાવો કરાયો છે. હજુ પણ 5 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિર્દિષ્ટ ધોરણો પ્રમાણે કાર્યરત નહિ હોવાનો પણ રિપોર્ટમાં નોંધાયું છે. કોમન એફલયુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં હજુ વધુ સુધારાની આવશ્યકતા હોવા અંગે પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. 

સાબરમતી નદીમાં છોડાતાં ગંદા પાણી અને ગટરના પાણીમાં પ્રદૂષિતતાનું પ્રમાણ વધ્યું હોવાનો પણ રિપોર્ટ કોર્ટમાં રજૂ થયો છે. કોર્પોરેશને કોર્ટને જણાવ્યું કે, શહેર ભરમાં 970 કિલોમીટરની વરસાદી પાણીની લાઈનો નંખાઈ છે. એમાં પ્રદુષણનું પ્રમાણ સૂચવે છે કે ગેરકાયદેસર કનેક્શન છે. કોર્ટ સમક્ષ કોર્ટ મિત્રએ મોટો ખુલાસો કર્યો હતો, જેમાં સાબરમતી નદીમાં વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનોમાં પણ ઇન્ડસ્ટ્રીના ઔધોગિક પાણી છોડવામાં આવે છે. જેના કારણે પણ નદીમાં પ્રદુષણ વધ્યું છે. કોર્ટે કોર્પોરેશનને કહ્યું છે કે, કોન્ક્રીટ એક્શન પ્લાન વિના કશું સિદ્ધ નહિ થાય. અત્યાર સુધીની તમામ મહેનત બેકાર જશે. કડકાઇથી કાર્યવાહી કરશો તો જ પરિણામ દેખાશે. અત્યાર સુધીમાં તમામની મહેનત છે, એને બેકાર જવા ના દેવાય. કોર્ટ મિત્રએ નોંધ્યું છે કે, કોર્પોરેશન તરફથી મહત્વની માહિતી અપાતી નથી. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સાબરમતી નદીમાં થતા પ્રદૂષણ મામલે હાઇકોર્ટે નિમેલી જોઈન્ટ ટાસ્ક ફોર્સે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે. અમદાવાદના 10માંથી 5 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કાર્યક્ષમતા સુધરી હોવાનો રિપોર્ટ છે. જો કે હજુ પણ 5 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિર્દિષ્ટ ધોરણો પ્રમાણે કાર્યરત નથી એવું રિપોર્ટમાં કહેવાયું છે. સાથે જ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોમન એફલયુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં હજુ વધુ સુધારાની આવશ્યકતા છે અને નદીમાં છોડાતાં ગંદા પાણી અને ગટરના પાણીના પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. સાથે જ કોર્ટ સમક્ષ કોર્ટ મિત્રે મોટો ખુલાસો કર્યો છે અને જણાવાયું છે કે, સાબરમતી નદીમાં વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનો માં પણ ઇન્ડસ્ટ્રીના ઔધોગિક પાણી છોડવામાં આવે છે. જેના કારણે પણ નદીમાં પ્રદુષણ વધ્યું છે.

આ મામલે કોર્ટે કોર્પોરેશનને કહ્યું, કોન્ક્રીટ એક્શન પ્લાન વિના કશું સિદ્ધ નહિ થાય. અત્યાર સુધીની તમામ મહેનત બેકાર જશે. કડકાઇથી કાર્યવાહી કરશો તો જ પરિણામ દેખાશે. અત્યાર સુધીમાં તમામની મહેનત છે એને બેકાર જવા ના દેવાય. કોર્ટ મિત્રએ એવું પણ કહ્યું છે કે કોર્પોરેશન તરફથી મહત્વની માહિતી અપાતી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news