સપના શર્મા/અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પર CISF જવાને એક સિનિયર સીટીઝન મુસાફરનો જીવ બચી ગયો છે. એરપોર્ટ પર ખુરશીમાંથી એક મુસાફર અચાનક પડી ગયા હતા, ત્યારબાદ છાતીમાં દુઃખાવો અને ગભરામણ થયાની ફરિયાદ કરી હતી. પરંતુ CISF જવાને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપીને આધેડનો જીવ બચાવ્યો હતો. આ પ્રસંશનીય કાર્ય બાદ જવાનની  સેવાને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. જીવ બચી જતાં આધેડે CISFના જવાનનો આભાર માન્યો હતો. સોશિયલ મીડિયામાં CISF જવાનનો આધેડને સારવાર આપતો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ ડોમેસ્ટિક  એરપોર્ટ પર 69 વર્ષના નારાયણ ચૌધરી તેમના પત્ની સાથે મુંબઇ વાયા હૈદરાબાદ જવાના હતા. આ દરમિયાન તેઓ એરપોર્ટ પર રહેલી ખુરશીમાં સિક્યોરિટી ચેકિંગ કરાવી બેઠા હતા ત્યારે તેમને અચાનક જ છાતીમાં દુઃખાવો અને ગભરાટ થઇ હતી. તેઓ ખુરશી પરથી નીચે પડી ગયા હતા. તેમણે નારાયણ ચૌધરીને સીપીઆર આપતાં તેઓ ભાનમાં આવ્યા હતા. આમ, સમયસર સારવાર મળતા આધેડનો જીવ બચી ગયો હતો.


અમદાવાદ એરપોર્ટ પર આધેડની તબિયત લથડતા CISF જવાનની સમયસૂચકતા વ્યક્તિનો જીવ બચાવ્યો છે. અવારનવાર લોકોને એરપોર્ટ, લગ્નમાં, નોકરી કરતા હોય તે સ્થળે મેડીકલ ઈમરજન્સીની જરૂર પડતી હોય છે. સમયસર પ્રાથમિક સારવાર ન મળે તો કોઈક વખત જીવ ગુમાવવાના પણ બનાવો બન્યા છે.