પ્રશાંત ઢીવરે/સુરત: શહેરમાં સ્ટેટ GST પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યા છે. સુરત CA એસોસિયન દ્વારા આરોપ લગાવામાં આવ્યા છે કે SGSTની કામગીરી દરમિયાન આવતી તકલીફને દૂર કરવાના નામે પ્રસાદી રૂપે લાંચ માંગે છે. આ હેરાનગતિને દૂર કરવા સુરત CA એસોસિયેશન દ્વારા નાણાંમંત્રી અને GSTના ઉચ્ચ અધિકારીને લેખિતમાં પત્ર લખી ફરિયાદ પણ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7 દિવસ બાદ પણ વડોદરામાં સિટી બસ સેવા બંધ! 100 બસો પાણીમાં ગરકાવ, કરોડોનું નુકશાન


સુરત CA એસોસિયેશન દ્વારા ગંભીર આરોપ મુક્યા છે કે SGSTમાં 1થી 1.5%ની ‘પ્રસાદી આપો તો જ કામ થાય છે. ગાડી પકડાય તો બાબુઓ 20% સુધી હિસ્સો માંગે છે. જીએસટી વિભાગમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો ઉઠી છે. રિફંડ ઇશ્યુ કરવામાં જ અધિકારીઓ લાંચ લે છે. જ્યારે દરેક કામમાં કટકી માંગે છે. સી.એ. એસોસિએશને કરેલા સર્વેમાં સામે આવ્યું છે કે રાજ્યની એકેય જીએસટી કચેરી ભ્રષ્ટાચારથી અછુતી રહી નથી. દરેક જગ્યાએ અને દરેક તબક્કે વેપારીઓ લૂંટાઈ રહ્યા છે. પછી તે નવું રજિસ્ટ્રેશન હોય, રિફંડ હોય કે એસેસમેન્ટ હોય અધિકારીઓની ટકાવારી દરેક જગ્યા છે. ખાસ કરીને રિફંડ ઇશ્યુ કરવામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર છે.


હવે ભાદરવો મહિનો ગુજરાતમાં ભુક્કા કાઢશે! અન્ય એક ડિપ્રેશનથી આ વિસ્તારોનું થશે રમણભમણ


સી.એ. એસોસિએશનના આરોપ રિફંડમાં જ્યાં સુધી બાબુઓને દોઢથી બે ટકા ન આપવામાં આવે તો રિફંડ જ વેપારીઓના બેન્ક ખાતામાં પહોંચતું નથી, સી. એ. એસો.એ જીએસટી કરપ્શનના ત્રણ મુદ્દા ઉઠાવ્યા છે, જેમાં રજિસ્ટ્રેશન પહેલો મુદ્દો છે.સી અને એસજીએસટીમાં અંદાજે મહિને 10 થી 12 હજાર જેટલી નવી અરજીઓ આવે છે, એટલે સરેરાશ એકથી સવા લાખ જેટલા નવા નંબર દર વર્ષે આવતા હોય છે અને સામે અનેક નંબર કેન્સલ પણ થતા હોય છે.