વડોદરાઃ એક તરફ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તો આ સમયે હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ સ્ટાફની જવાબદારી ખુબ ગંભીર બની જાય છે. પરંતુ આ મહામારી દરમિયાન પણ અનેક જગ્યાએથી હોસ્પિટલની બેદરકારીઓ સામે આવી રહી છે. હવે વડોદરાની એસએસજી હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે. એક યુવકને કોરોના ન હોવા છતાં કોરોના દર્દી જાહેર કરવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે દિવસમાં યુવકનું મૃત્યુ
વડોદરાની એસએસજી હોસ્પિટલની મોટી બેદરકારીનો વધુ એક ખુલાસો થયો છે. સયાજી હોસ્પિટલમાં ચાલતા અંધેર વહીવટનો મોટો પૂરાવો સામે આવ્યો છે. એક યુવકને કોરોના ન હોવા છતાં તેને કોરોના દર્દી જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોરોના વોર્ડમાં તેને સારવાર આપવામાં આવી. બે દિવસમાં આ યુવકનું મૃત્યુ થયું છે. યુવકનો મૃત્યુબાદ કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 


ભાડાપટ્ટે રહેતા લોકો માટે CM રૂપાણીએ લીધો મોટો નિર્ણય  


હોસ્પિટલના તંત્રએ ગંભીર બેદરકારી દાખવતા મૃત્યુના બે દિવસ બાદ રિપોર્ટ જાહેર કર્યો હતો. યુવકના મૃત્યુ બાદ કોરોના ન હોવા છતાં પરિવારજનોને મૃતદેહ પણ સોંપવામાં આવ્યો નહીં. હોસ્પિટલના તંત્રએ બારોબાર યુવકની અંતિમવિધિ પણ કરી નાખી હતી. આ ઘટના બાદ મૃતક યુવકના પરિવારજનોએ ફરિયાદ નોંધાવીને હોસ્પિટલના તંત્ર સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube