અમદાવાદ : કોરોનાનો કહેર બેકાબુ બન્યો છે. સંક્રમિત થનારા હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતી ખુ બજ વિકટ બની છે. દિવસરાત ડેડબોડી લાવતો લઇ જતો સ્ટાફ કામગીરી કરી રહ્યો છે. શહેરના સ્મશાનો 24 કલાક કામગીરી કરી રહ્યા છે. જો કે લોકો હજી પણ બેદરકારી કરી રહ્યા છે. શબવાહિની લઇને આવેલા સ્વજનો અંતિવિધિ પુર્ણ થયા બાદ પીપીઇ કીટો બહાર જ કાઢીને ચાલતી પકડે છે. જેના કારણે આ પીપીઇ કીટ સ્મશાન અને તેની આસપાસ રઝળતી જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્મશાનની અંદર કીટના નિકાલ માટેની કોઇ જ વ્યવસ્થા નથી. જો આ કિટના કારણે સંક્રમણ ફેલાય તો તેના માટે જવાબદાર કોણ તે પણ સવાલ થઇ રહ્યો છે. શહેરમાં અનેક વખત પીપીઇ કીટ રઝળતી હોવાનું ધ્યાને આવ્યું છે. આ કીટના કારણે કેટલા લોકો કોરોનાની ઝપટે ચડી શકે તે અંગે તંત્ર જરા પણ ગંભીર હોય તેમ નથી લાગી રહ્યું. ત્યારે આ બેદરકારી માટે જવાબદાર કોણ તે મોટો સવાલ છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનામાં હાલ ફેમિલિ બન્ચિંગ સિસ્ટમ જોવા મળી રહી છે. આખોને આખો પરિવાર કોરોના સંક્રમિત થાય છે. તેવામાં અંતિમ વિધિમાં કોરોનાના દર્દીના અંતિમ સંસ્કાર માટે પરિવારનું કોઇ પણ વ્યક્તિ આવી નથી શકતું. હાલ પૈસા આપીને કાંધીયાઓને બોલાવવા પડે છે. તેવી ગંભીર સ્થિતી હાલ પેદા થઇ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube