નારાજ થયા નારાણ કાકા! નકલી જીરૂ બનાવતી અનેક ફેક્ટરીઓ ઊંઝાથી ઝડપાઈ, પણ શું કાર્યવાહી થઈ?
મહેસાણાનું ઊંઝા શહેર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં જાણીતું છે. આ શહેરની મોટી ઓળખ એટલે માર્કેટિંગ યાર્ડ...અહીં જીરાનો સૌથી મોટો વેપાર થયા છે. ઊંઝામાં જીરુ તથા વરીયાળી બનાવતી અનેક ફેક્ટરીઓ ધમધમે છે.
ઝી બ્યુરો/મહેસાણા: મહેસાણાનું ઊંઝા શહેર જીરા માટે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં જાણીતું છે. ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં દેશભરમાંથી ખેડૂતો જીરુ વેચવા માટે આવે છે અને અહીંથી મોટા પાયે જીરાની નિકાસ થાય છે. પરંતુ જીરાના આ વેપારમાં નકલીનો પણ મોટો કારોબાર શરૂ થયો છે. નકલી જીરુ બનાવતી અનેક ફેક્ટરીઓ ઊંઝાથી પકડાય છે પરંતુ ત્યારપછી શું કાર્યવાહી થાય છે તે કોઈને ખબર નથી. ત્યારે આ મામલે સરકારના પૂર્વ મંત્રીએ ઘણા ગંભીર આક્ષેપ કર્યા છે.
ભઈ! ઠંડીમાં હવે પલળવું પડશે! ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે વરસાદ!
- નકલીનો કાળો કારોબાર ક્યારે થશે બંધ?
- તંત્ર દરોડા તો પાડે છે પરંતુ કાર્યવાહી કરે છે?
- નકલી માલનો નિકાલ થાય છે યોગ્ય નિકાલ?
- નકલી જીર અને વરિયાળીનું થાય છે શું?
- નકલીના કારોબારીઓને ક્યારે સજા થઈ?
'કાયદો તોડશો તો પોલીસ તમારા ઘર-ટાંટિયા ભાંગશે', ગુંડાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર
મહેસાણાનું ઊંઝા શહેર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં જાણીતું છે. આ શહેરની મોટી ઓળખ એટલે માર્કેટિંગ યાર્ડ...અહીં જીરાનો સૌથી મોટો વેપાર થયા છે. ઊંઝામાં જીરુ તથા વરીયાળી બનાવતી અનેક ફેક્ટરીઓ ધમધમે છે. તેમાં એવી ઘણી કંપનીઓ છે જે નકલી જીરુ અને વરીયાળી બનાવે છે. આવી ફેક્ટરીઓમાં દરોડા પડે છે, તંત્ર હજારો કિલો નકલી જથ્થો પકડે છે. પરંતુ ત્યારપછી કોઈ કાર્યવાહી થતી હોય તેવું સામે નથી આવતું. નતો નકલીના જથ્થાનો નિકાલ થતો. નતો નકલીના કારોબારીને કોઈ સજા થતી. ત્યારે આ મામલે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલ ગંભીર આક્ષેપ તંત્ર પર લગાવ્યા છે. તેમણે કહ્યું કે, માત્ર દેખાડા અને મોટા ભા થવા જ કાર્યવાહી થાય છે.
ગુજરાતના કયા જિલ્લામાં છે આવું નઠ્ઠોર તંત્ર? પ્રજાના પૈસાનો આવો વેડફાટ કરવાનો?
ભાજપના આ પીઠ નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી રહી ચુકેલા નારણ પટેલની વાત જરા પણ ખોટી નથી. કારણ કે દરોડા તો પાડી દેવામાં આવે છે. પરંતુ ત્યારપછીની કાર્યવાહી થતી હોય તેવું જોવા નથી મળતું...દરોડા બાદ થતાં વહીવટીથી કોઈ સામે કાયદાનું શસ્ત્ર નથી ઊગામવામાં આવતું અને તેથી જ નકલીનો આ કાળો કારોબાર ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે...નારણ પટેલે નીચેથી છેક ઉપર સુધી મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ ગંભીર આક્ષેપ લગાવ્યો છે.
- નકલીથી નારાજ થયા નારાણ કાકા
- નકલી જીરાના વેપારી સામે કાર્યવાહી ક્યારે?
- પૂર્વ મંત્રી નારણ પટેલના તંત્ર સામે વેધક સવાલ
- કેમ અધિકારીઓ પર વરસ્યા પૂર્વ ધારાસભ્ય?
- નકલીના કારોબારીઓને સજા થાય છે?
કેટલીક ચીજો સસ્તી અને કેટલીક મોંઘી...મોદી સરકારે GST કાઉન્સિલમાં લીધા મહત્વના નિર્ણય
નારણ કાકાએ ઊંઝા માર્કેટિંગ યાર્ડની કમિટીને પણ આડે હાથ લીધી છે અને તેમના પર પણ આરોપ લગાવ્યો છે. નકલીના નામે સસ્તુ જીરુ અને વરીયાળી વેચતા કારોબારીઓને કારણે સાચા અને સારા વેપારીઓને મોટું નુકસાન થાય છે. એટલું જ નહીં લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થાય છે. ત્યારે એ જોવાનું રહ્યું કે નારણ કાકા આક્ષેપ બાદ પણ હવે ક્યારે સરકાર જાગે છે અને ક્યારે કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડે છે.