ઘોર બેદરકાર બાબુઓ! ગુજરાતના કયા જિલ્લામાં છે આવું નઠ્ઠોર તંત્ર? પ્રજાના પૈસાનો આવો વેડફાટ કરવાનો?
બોટાદ તાલુકા સેવાસેદનની ઓફિસની છત પર લાગેલી આ સોલાર પેનલો છે. સોલાર પેનલની દશા અને સ્થિતિ જોઈ તમને ખ્યાલ આવી જશે કે અહીં સરકારી બાબુઓ કેટલાક નઠ્ઠોર છે. જે સોલાર યોજના માટે સરકાર કરોડોનો ખર્ચ કરે છે.
Trending Photos
ઝી બ્યુરો/બોટાદ: સૂર્ય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે દેશના પ્રધાનમંત્રી અને આખી સરકાર લાગેલી છે. યોજના બનાવવામાં આવી છે, લોકો સોલાર લગાવે તો સબસીડી આપવામાં આવે છે. જેના કારણે કેટલાક તો આખા ગામ સોલાર વિલેજ બની ગયા છે. પણ જે સરકાર સૂર્ય ઊર્જા માટે આટલા પ્રયાસો કરી રહી છે તે જ સરકારનું તંત્ર ઘોર બેદરકાર છે. સરકારી કચેરીઓ પર લાગેલી સોલાર પેનલો ધૂળ ખાઈ રહી છે. કેટલીક તો તુટી પણ ગઈ છે. ત્યારે ગુજરાતના કયા જિલ્લામાં આવું નઠ્ઠોર તંત્ર?
- સૂર્ય ઊર્જાને આવી રીતે મળશે પ્રોત્સાહન?
- લાખોની સોલાર પેનલ બની ગઈ ભંગાર
- સરકારી તંત્ર આટલું બેદરકાર હોય?
- પ્રજાના પૈસાનો આવો વેડફાટ કરવાનો?
બોટાદ તાલુકા સેવાસેદનની ઓફિસની છત પર લાગેલી આ સોલાર પેનલો છે. સોલાર પેનલની દશા અને સ્થિતિ જોઈ તમને ખ્યાલ આવી જશે કે અહીં સરકારી બાબુઓ કેટલાક નઠ્ઠોર છે. જે સોલાર યોજના માટે સરકાર કરોડોનો ખર્ચ કરે છે. સબસીડી આપે છે અને દરેક ઘર પર સોલાર હોય તેવી સ્થિતિનું નિર્માણ કરવા માંગે છે. પણ આ જ સરકારનું સરકારી તંત્ર મફતમાં મળેલી સોલાર પેનલ પણ સાચવી નથી શક્તું. બોટાદ તાલુકા સેવાસદન પર લાગેલી આ પેનલ ઘણા સમયથી બંધ છે અને ધૂળ ખાઈ રહી છે.
કોના બાપની દિવાળી?
- નતો લાખોની સોલાર પેનલ બચી
- નતો વીજળીનો ખર્ચ બચ્યો
- માર્ગ-મકાન વિભાગે ખાનગી એજન્સીને સોંપી છે જવાબદારી
- નતો એજન્સીને જાળવણીમાં રસ છે
- નતો એજન્સીનું કામ જોવામાં અધિકારીઓને રસ છે
સરકારે સરકારી કચેરીઓમાં વીજળીનો ખર્ચ બચે તે માટે પ્રજાના પૈસાથી સોલાર પેનલ લગાવી છે. પણ સરકારી તંત્રના ઘોર બેદરાકર બાબુઓને કારણે નતો લાખોની સોલાર પેનલ બચી છે...નતો વીજળીનો ખર્ચ બચ્યો છે...સોલાર પેનલની જાળવણીની જવાબદારી માર્ગ અને મકાન વિભાગે એક ખાનગી એજન્સીને સોંપી છે. પરંતુ નતો એજન્સીને જાળવણીમાં રસ છે..નતો એજન્સી કેવું કામ કરે છે તે જોવામાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને કોઈ રસ છે.
બાબુઓ કામ કેમ નથી કરતાં?
- કામ પહેલા જ કરો અને જવાબદારી પૂર્વક ન કરી શકો?
- જે કામનો પગાર મળે છે તે કામ નિષ્ઠા પૂર્વક કેમ નથી કરતાં?
સોલાર પેનલની આવી દુર્દશા મામલે જ્યારે અમે બોટાદ જિલ્લાના R&B કાર્યપાલક ઇજનેરની મુલાકાત લીધી અને તેમને સમગ્ર હકીકત જણાવી તો તેમણે તપાસ કરાવવાનો વાયદો કર્યો. અરે સાહેબ જ્યારે મીડિયા તમને તમારી ભૂલો શોધીને આપે અને પ્રજા સમક્ષ મુકે ત્યારે તમને તપાસ અને કાર્યવાહી કરવાનું યાદ આવે છે. પરંતુ જો આ કામ તમે પહેલા જ કરો અને જવાબદારી પૂર્વક ન કરી શકો? તમને જે કામ માટે પગાર મળે છે તે કામ નિષ્ઠા પૂર્વક કેમ નથી કરી શક્તા? હવે એ જોવાનું રહેશે કે તમે શું કાર્યવાહી કરો છો અને લાખોના આ નુકસાનનું વળતર કેવી રીતે વાળો છો.
- સૌર ઊર્જાને આવી રીતે મળે પ્રોત્સાહન?
- બોટાદના ઘોર બેદરકાર બાબુઓ
- સરકારી કચેરીમાં સોલાર પેનલ બની ભંગાર
- સોલાર પેનલની દુર્દશા પર તંત્ર પાસે નથી જવાબ
- તાલુકા સેવાસદનની છત પર લાગેલી છે પેનલ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે