ગુજરાતમાં ગરમીનો હાહાકાર : આગાહીકાર અંબાલાલ પટેલે આપી ચેતવણી, જો બપોરે બહાર નીકળ્યા તો...
Heatwave Alert : ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને જશે પાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 દિવસ હીટવેવની આગાહી, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદમાં બપોરે થશે કાળઝાળ ગરમીનો અહેસાસ
Gujarat Weather Forecast : ગુજરાતમાં સીઝનમાં પહેલીવાર માર્ચ મહિનામાં ગરમી 40 ડિગ્રીને પાર થઈ છે. આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમીમાં કોઈ રાહત નથી. ઊલટાનું પારો ઓર વધશે. આગામી બે દિવસમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચી શકે છે. સવારથી શરૂ થયેલા ગરમ પવનો દિવસભર સુધી ફૂંકાઈ રહ્યાં છે. જોકે, આગામી બે દિવસ બાદ ગરમીમાં થોડી રાહત મળવાના અણસાર છે. કારણ કે, શુક્રવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગરમીના પારામાં 2 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે.
હોળિકા દહન બાદ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. હોળિકાની જ્વાળાઓની દિશાને જોઈ તેમણે અનુમાન કર્યું કે,
સૂર્યાસ્ત પછી પવન પશ્ચિમનો રહ્યો હતો અને ઘુમાવ નૈઋત્યનો રહ્યો હોવાથી ખેડૂતો માટે વર્ષ સારું રહેશે. જોકે, આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે જે એપ્રિલથી લઇ જૂન સુધી જોવા મળશે. ધૂળ વંટોળના કારણે બાગાયતી પાક પર તેની અસર થતી હોય છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં ગરમીની સાનુકૂળતાના કારણે ચક્રવાત સર્જાતા રહેશે. ઓગસ્ટ થી લઇ ઓક્ટોબર સુધી વરસાદ રહેશે, વાયુનો પ્રકોપ વધુ રહેશે.
Government Job : ધોરણ-10 પાસે ગુજરાતમાં સરકારી નોકરી નીકળી, આ તારીખથી શરૂ થશે ભરતી
વાતાવરણમા અસહ્ય બફારો
ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતા વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારો જોવા મળ્યો છે. હજી આગામી 48 કલાક સુધી ગુજરાતમાં ગરમીનો માર સહન કરવો પડશે. નવી આગાહી મુજબ, આગામી 48 કલાક બાદ ગરમીનો પારો ઘટશે. ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે. ગુજરાત તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેને કારણે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આ સાથે જ ગરમીમાં થોડી રાહત થવાના અણસાર છે.
મંગળવારે ગરમીના પારાની વાત કરીએ તો દિવસભર ગરમ પવનો ફૂંકાયા હતા. જેની અસરથી અમદાવાદનું મહત્તમ તાપમાન એક જ દિવસમાં વધીને 39.9 ડિગ્રી પર પહોંચી ગયુ હતું.
ઓર્ગેનિક ખેતીનું પરિણામ : ગુજરાતી ખેડૂતે દેશી વસ્તુઓ પાઈને બે રંગના તરબૂચ ઉગવ્યા
ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર : મોટા માર્કેટયાર્ડની મોટી ખબરો જાણી લેજો, નહિ ત