ગરમ દિવસ બાદ હવે ગરમ રાતની આગાહી : નવી ભયંકર આગાહીથી એલર્ટ રહેજો
Heatwave Alert : દિવસને ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા ગરમ રાત અંગે મોટી આગાહી કરાઈ છે
Gujarat Weather Forecast : રાજ્યમાં 5 શહેરોનું તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું છે. અસહ્ય ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. પરંતું બે દિવસથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીમાં ઘટાડો થઈ શકે છે. ત્યારે ગરમીમાં થોડી રાહતના સંકેત દેખાઈ રહ્યાં છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, હજી બે દિવસ સુધી તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં ગરમ રાત અનુભવાઈ હતી. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ગરમ રાત રહેવાની શક્યતા છે. બનાસકાંઠા, અમદાવાદ અને આણંદમાં ગરમ રાતની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણાના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. દરિયા કિનારે ડિસ્કમ્ફર્ટ યથાવત રહેશે. ગુજરાતનાં પૂર્વી પર્વતીય ભાગોમાં હળવો વરસાદ રહી શકે છે. પશ્ચિમી પવન ફૂંકાવાને કારણે તાપમાન ઘટી શકે છે.
ધોરણ-10 પાસે ગુજરાતમાં સરકારી નોકરી નીકળી, આ તારીખથી શરૂ થશે ભરતી
એપ્રિલમાં પણ ગરમીનો માર
એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરુઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હાલ તો ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે. પરંતું એપ્રિલની શરૂઆત થતા જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે. આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જશે.
જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર અંગે મહત્વના અપડેટ, ઉમેદવારોએ ખાસ નોંધ લેવી