મૌલિક ધામેચા/અમદાવાદ: નરોડા પોલીસે (Naroda Police) વધુ એક વખત હોટેલ (Hotel) માં ચાલતા દેહવ્યાપાર (Sex Racket) ઝડપવામાં સફળતા મળી છે. નરોડા (Naroda) વિસ્તારમાં આવેલા ગેલેક્ષી એવન્યુ કોમ્પલેક્ષમાં એક હોટેલમાં ગેરકાયદેસર  દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે હોટેલ રોયલ એપલમાં રેડ કરી હતી. અને હોટેલ સંચાલક સહીત ચાર લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Delhi: કિન્નરોમાં વર્ચસ્વનો લોહિયાળ જંગ, 55 લાખની સોપારી આપીને ગેંગના લીડરને પતાવી દીધો


આ રીતે ચાલતો હતો દેહવ્યાપારનો ગોરખ ધંધો
નરોડા પોલીસ (Naroda Police) કસ્ટડીમાં લેવામાં ચારેય આરોપીઓ કે જે પોતાના આર્થિક ફાયદા માટે બહારથી સ્ત્રીઓને બોલાવી હોટલની આડમાં દેહવ્યાપાર (Sex Racket) નો ગોરખધંધો ચલાવતા રંગે હાથે ઝડપાયા છે. પોલીસે હોટેલ માલીક, છોકરીઓને લાવનાર દલાલ અને સંચાલક સહીત ચાર લોકોની ધરપકડ કરી હોટેલમાંથી 50 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

AMC નો આદેશ, આજથી અમદાવાદમાં પાન પાર્લર અને ચાની કિટલીઓ અનિશ્ચિતકાળ સુધી રહેશે બંધ


પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ એક કસ્ટમર પર 300 થી લઈને 500 રૂપિયા જેટલુ કમીશન લઈને દેહવ્યાપાર ચલાવતા હતા. એટલુ જ નહી આરોપીઓ માત્ર અમદાવાદથી નહી પરંતુ બહારથી છોકરીઓ બોલાવીને આ ધંધો ચલાવતા હતા.


પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ ધણા વર્ષોથી આ ધંધો ચલાવી રહ્યા હોવાનુ માની રહી છે. જોકે પોલીસ પુછપરછબાદ તથ્યો સામે આવશે કે આરોપીઓ બીજે કોઈ આ પ્રકારનો ગોરખધંધો ચલાવે છે કે કેમ? ઉલ્લેખનીય છે કે નરોડા પોલીસે અગાઉ થોડાક દિવસ પહેલા સ્પા (Spa) ની આડમાં ચાલતુ કુટણખાનુ ઝડપ્યુ હતું. તો જોવુ એ રહ્યુ કે શું પોલીસની આ પ્રકારની કાર્યવાહીથી સમગ્ર અમદાવાદ ચાલતા આવા ગોરખધંધા બંધ થશે કે કેમ તે તો સમય જ બતાવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube