Delhi: કિન્નરોમાં વર્ચસ્વનો લોહિયાળ જંગ, 55 લાખની સોપારી આપીને ગેંગના લીડરને પતાવી દીધો
પૂછપરછ ખુલાસો થયો છે કે કિન્નરો (Transgender) ના વિસ્તારમાં વર્ચસ્વની લડાઇને લઇને એક જુથના કિન્નરોએ બીજા જુથના કિન્નરો (Transgender) ની હત્યા માટે 55 લાખની સોપારી આપી હતી.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી (Delhi) પોલીસે સ્પેશિયલ સેલએ ઇનામી કોન્ટ્રાક્ટ કિલર્સની ધરપકડ કરી નોર્થ ઇસ્ટ દિલ્હીમાં એક કિન્નરની હત્યાનો ખુલાસો કર્યો હતો. પહેલાં પહેલા ક્રાઇમ માટે 1 લાખ અને બીજા પર 50 હજારનું ઇનામ હતું. પૂછપરછ ખુલાસો થયો છે કે કિન્નરો (Transgender) ના વિસ્તારમાં વર્ચસ્વની લડાઇને લઇને એક જુથના કિન્નરોએ બીજા જુથના કિન્નરો (Transgender) ની હત્યા માટે 55 લાખની સોપારી આપી હતી.
તમને જણાવી દઇએ કે પોલીસ ઇંસ્પેક્ટર શિવ કુમાર (Shivkumar) અને કર્મવીરની ટીમે બે વોન્ટેડ કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા પંડિત દિલ્હીના પશ્વિમી વિહારના રહેવાસી છે. તેના પર દિલ્હી પોલીસે (Delhi Police) 1 લાખનું ઇનામ રાખેલું હતું, જ્યારે ધરપકડ કરાયેલા વરૂણ પંડિત પર 50 હજારનું ઇનામ હતું. ગગન અને વરૂણ દિલ્હીના જીટીબી એનક્લેવ (GTB Enclave) માં 5 સપ્ટેમ્બર 2020 ના રોજ એક કિન્નરની હત્યાના કેસમાં વોન્ટેડ હતો.
સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહાના અનુસાર 5 સપ્ટેમ્બર 2020 ના રોજ સ્કૂટી પર સવાર બદમાશ આમિર અને ગગને એકતા જોશીની કિન્નરની ગોળી મારીને હત્યા કરી હતી.
ધરપક્ડ કરેલા ગગન પંડિતે પૂછપરછમાં જણાવ્યું કે કિન્નર (Transgender) એકતા જોશીની હત્યા માટે 55 લાખ રૂપિયાની સોપારી મળી હતી અને હત્યાકાંડને 7 લોકોને અંજામ આપ્યો હતો. ગગને જણાવ્યું કે તે કિન્નર એકતા જોશી હત્યાકાંડનો માસ્ટર માઇન્ડ હતો.
ગગન (Gagan) ના અનુસાર કિન્નરો (Transgender) ના એક ગ્રુપના સભ્ય મંજૂર ઇલાહીએ ગગનનો સંપર્ક કર્યો હતો અને કિન્નર એકતા જોશી અને તેની સાવકી માતા અનીતા જોશીની હત્યા માટે કહ્યું હતું. તેના માટે 55 લાખની સોપારી આપી હતી.
સ્પેશિયલ સેલના અનુસાર ફરીદાબાદથી કિન્નરોના એક ગ્રુપ જેને સોનમ (Sonam) અને વર્ષા લીડ કરતી હતી. જીટીબી (GTB Enclave) એંક્લેવથી મંજૂર ઇલાહી સાથે કમલ હેડ કરતી હતી. આ ચારેય કિન્નરોની જીટીબી એંક્લેવમાં રહેનાર કિન્નર એકતા જોશી અને તેમની સાવકી માતા અનીતા જોશીથી દિલ્હીના યમુનાપાર વિસ્તારમાં પૈસાના ક્લેક્શનને લઇને વર્ચસ્વની લડાઇ હતી. જે પછી કટ્ટર દુશ્મનીમાં બદલાઇ ગઇ. ત્યારબાદ 4 કિન્નરોના ગ્રુપે એકતા અને તેની માતાને રસ્તામાંથી હટાવવા માટે 55 લાખની સોપારી આપી અપરાધી ગગન અને તેના સાથીઓને આપી.
5 સપ્ટેમ્બર 2020ના રોજ ગગનએ એકતા પર 6 ગોળીઓ ચલાવી હતી, જેમાં એકતાનું મોત થઇ ગયું હતું. ગગન અને વરૂણને દિલ્હી પોલીસે તે સમયે ધરપકડ કરી, જ્યારે તે સ્કોર્પિયોમાં સવાર થઇને કોઇ બીજી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. બંને પાસે હથિયાર અને કારતૂસ મળી આવ્યા છે. ગગન પર હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટના ઘણા કેસ દિલ્હી અને યુપીમાં નોંધાયેલા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે