રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ શહેરનાં પોશ વિસ્તાર એવા યુનિવર્સિટી રોડ પર છેલ્લાં કેટલાક સમયથી સ્પાનાં નામે દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી મળતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ (rajkot crime branch) દ્વારા ડુપ્લીકેટ ગ્રાહક મોકલી રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સંચાલક આરોપી છેલ્લા એક મહિનામાં બીજી વખત દેહવ્યાપારનો ધંધો ચલાવવા ગુનામાં પોલીસના હાથે ઝડપાયો છે. તો બીજી તરફ, સ્પા (spa) ની અંદરનો નજારો જોતા જ સૌ ચોંકી ગયાહતા. અંદર હોટલના રૂમની જેવો આલિશાન નજારો હતો. 


આ પણ વાંચો : પેટાચૂંટણી માટે કોંગ્રેસે 8 બેઠક માટે ફાઈનલ કર્યાં 18 નામ, જાણો કોને લાગશે લોટરી?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોશ વિસ્તાર માં ચાલતું હતું કુટણખાનું
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ જલારામ પ્લોટના ગુરુકૃપા કોમ્પ્લેક્સના બીજા માળે હેવન ડ્રિમ વેલનેસ નામનું મસાજ પાર્લર ચાલી રહ્યું હતું. જેમાં સ્થાનિક ઉપરાંત દિલ્હીની યુવતી દ્વારા સ્પા ચલાવવામાં આવી રહ્યું હતું. રાજકોટના પોશ વિસ્તારમાં આવેલા આ સ્પામાં બોડી મસાજના નામે દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો. જેની બાતમી મળતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી અને પોશ વિસ્તારમાં ચાલતા આ હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન પોલીસે સ્પામાંથી સ્પા ના સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો : સુરતના વિકાસ માટે ગુજરાત સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય


બોડી મસાજના નામે કઈ રીતે થતો હતો દેહવ્યાપાર ?
હેવન ડ્રિમ વેલનેસ સ્પાનું સંચાલન કરતો સન્ની ભોજાણી સ્થાનિક ઉપરાંત દિલ્હીની યુવતીઓને બોડી મસાજનું કામ કરવાના બહાને બોલાવી બાદ તેમની પાસે રૂપિયા ૩૦૦૦ થી લઇ ૫૦૦૦ સુધી માં દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. પોલીસે રેડ કરી ભોગ બનનાર યુવતીઓને છોડાવી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આરોપી સંચાલક ગ્રાહકો પાસેથી રૂપિયા 2000 નું કમિશન લેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 


રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ આરોપી સન્ની ભોજાણી એક માસ પૂર્વે બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પણ સ્પાની આડમાં કુટણખાનું ચલાવતો હતો અને પોલીસ ચોપડે ચડી ચૂક્યો હતો. જોકે જામીન પર છૂટતાની સાથે ફરી અન્ય વિસ્તારમાં સ્પા ખોલી તેની આડમાં કુટણખાનું શરૂ કરી દીધુ હતું. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ સેક્સ રેકેટને લઇ પોલીસની કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે એક મહિનામાં બે બે વખત દેહવ્યાપારના ગુનામાં પકડાયેલ આરોપી સામે પોલીસ કડક કાર્યવાહી કરશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે.


આ પણ વાંચો : કોરોના માટે જડીબુટ્ટી બનેલ પ્લાઝમાના આ સમાચાર છે ચોંકાવનારા