સુરતના વિકાસ માટે ગુજરાત સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય
સુરત મહાનગર માટે ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. સુરત (surat city) શહેરના વિકાસ નકશા-ડેવલપમેન્ટ પ્લાન 2035 ને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મંજૂર કરાયો
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :સુરત મહાનગર માટે ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. સુરત (surat city) શહેરના વિકાસ નકશા-ડેવલપમેન્ટ પ્લાન 2035 ને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મંજૂર કરાયો છે. સુરત મહાનગરપાલિકા અને સુડાની કુલ 1085 ચોરસ કિ.મી વિસ્તારના ફાઈનલ ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી આપવામાં આવી છે. 30 વર્ષથી રિઝર્વેશનમાં રખાયેલી જમીનો મુક્ત થતાં ખેડૂતો-જમીન માલિકોને વિકાસના સપના સાકાર કરવાની નવી દિશા ખોલી આપી છે.
નિર્ણયથી શુ ફાયદો થશે
- આશરે ૮પ૦ હેકટર્સ જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ થશે.
- DP મંજૂર થતાં સુરત મહાનગર માટે વિકાસની અઢળક તકો ખૂલશે
- અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવેની બંને બાજુ 1 કિ.મી.ના કામરેજથી પલસાણા સુધીના 50 ચો. કિ.મી. વિસ્તારમાં હાઇડેન્સીટી રેસીડેન્શીયલ અને કમર્શિયલ ડેવલપમેન્ટ હવે થઇ શકશે
- પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેકટ અમદાવાદ-મુંબઇ બૂલેટ ટ્રેનના સુરત નજીકના સૂચિત ભવ્ય સ્ટેશન અંતરોલી અને તેની આસપાસના વિસ્તારમાં હાઇડેન્સિટી રેસિડેન્શિયલ-કોમર્શિયલ ડેવલપમેન્ટ માટે ખૂલશે નવી દિશા હવે ખૂલી શકશે.
- કામરેજ-પલસાણા કોરીડોર અંતરોલી હાઇસ્પીડ કોરીડોર જેવી અતિ મહત્વપૂર્ણ દરખાસ્તોને અંતિમ મંજૂરી મળવાથી બૂલેટ ટ્રેન, મેટ્રો રેલ્વે અને ટ્રાન્સપોર્ટ ફેસેલિટીઝ માટે નવી ક્ષિતીજોનો પ્રારંભ થશે.
- સાથે જ સુરત મહાનગરમાં વધુ સુવિધાસભર આંતરમાળખાકીય સવલતો સાથે સ્માર્ટ સિટીના નિર્માણમાં વેગ લાવવામાં મુખ્યમંત્રીનો આ નિર્ણય અત્યંત ઉપકારક નીવડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે