આ વીડિયો જોઈને તમે તમારી દીકરીને લિફ્ટમાં એકલી નહિ મોકલો, સુરતમાં બની કલંકિત ઘટના
સુરતમાં ક્રાઈમની ઘટનાઓ સુરત પોલીસના માથા પર કલંક સમાન છે. લૂંટારુઓ, ચોર, તસ્કરો, હત્યારા, દુષ્કર્મીઓથી સુરતની પવિત્ર ભૂમિ બદનામ થઈ રહી છે. સુરતમાં નાની બાળકીઓ સલામત નથી. દર પંદર દિવસે સુરતમાં નાની બાળાઓ સાથે દુષ્કર્મના કિસ્સા બને છે. સુરતમાં માતાપિતાને દીકરીઓને સાચવવું મુશ્કેલ બની રહ્યું છે. સુરતમાં દીકરીઓની સુરક્ષા પર સવાલ ઉઠાવતી મોટી ઘટના બની છે. ડિંડોલી 13 વર્ષની બાળકી સાથે સગીરે અડપલાં કર્યા હતા. સગીર યુવકે લિફ્ટમાં ઘૂસીને બાળકી સાથે અડપલાં કર્યા હતા.
ચેતન પટેલ/સુરત :સુરતમાં ક્રાઈમની ઘટનાઓ સુરત પોલીસના માથા પર કલંક સમાન છે. લૂંટારુઓ, ચોર, તસ્કરો, હત્યારા, દુષ્કર્મીઓથી સુરતની પવિત્ર ભૂમિ બદનામ થઈ રહી છે. સુરતમાં નાની બાળકીઓ સલામત નથી. દર પંદર દિવસે સુરતમાં નાની બાળાઓ સાથે દુષ્કર્મના કિસ્સા બને છે. સુરતમાં માતાપિતાને દીકરીઓને સાચવવું મુશ્કેલ બની રહ્યું છે. સુરતમાં દીકરીઓની સુરક્ષા પર સવાલ ઉઠાવતી મોટી ઘટના બની છે. ડિંડોલી 13 વર્ષની બાળકી સાથે સગીરે અડપલાં કર્યા હતા. સગીર યુવકે લિફ્ટમાં ઘૂસીને બાળકી સાથે અડપલાં કર્યા હતા.
સુરતના ડીંડોલી વિસ્તારના પવેલિયન પ્લાઝામાં આ શરમજનક ઘટના બની હતી. પિતાની ઓફિસેથી લિફ્ટમાં પરત ફરતી બાળકી પર સગીરે દાનત બગાડી હતી. લિફ્ટમાં એકલી જોઈને સગીર ભાન ભૂલ્યો હતો. બાળકી લિફ્ટમાં જઈ રહી હતી ત્યારે અચાનક સગીર લિફ્ટમાં ઘૂસી ગયો હતો અને લિફ્ટનો દરવાજો બંધ થતા સગીરે અડપલાં કર્યા હતા.
આ પણ વાંચો : સુરત જ્વેલર્સ લૂંટમાં મોટો ઘડાકો, આરોપી કિશોરોએ માલિકના લમણે બંદુક મૂકીને ફાયરિંગ કર્યુ હતું
દિપક નાઇટ્રેટમાં આગ; ફાયર વિભાગે વીજ પુરવઠો બંધ કરી ટોર્ચથી પાર પાડ્યુ ઓપરેશન