નંદેસરી દિપક નાઇટ્રેટમાં આગ; 10 કિમી સુધી સંભળાયો હતો ધડાકો, ફાયર વિભાગે વીજ પુરવઠો બંધ કરી ટોર્ચથી પાર પાડ્યુ ઓપરેશન

નંદેસરીમાં આવેલી ફેમસ દીપક નાઈટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ બાદ મોડી મોડી રાત્રે ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પ્રાથમિક તબક્કે, કેમિકલ ગોડાઉનમાં રિએક્શન ઈનકમફર્ટીબિલીટી આગનું કારણ બન્યાનું તારણ છે. જી.પી.સી.બી.ના મતે અન-ઓર્ગેનિક કેમિકલમાં ઓક્સિડેશનથી આગ પકડાઈ હતી. આ મામલે કલેક્ટરે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગને તપાસ કરી રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. 7 ઇજાગ્રસ્ત કર્મચારીઓ હાલમાં પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

નંદેસરી દિપક નાઇટ્રેટમાં આગ; 10 કિમી સુધી સંભળાયો હતો ધડાકો, ફાયર વિભાગે વીજ પુરવઠો બંધ કરી ટોર્ચથી પાર પાડ્યુ ઓપરેશન

રવિ અગ્રવાલ/વડોદરા :નંદેસરીમાં આવેલી ફેમસ દીપક નાઈટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ બાદ મોડી મોડી રાત્રે ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પ્રાથમિક તબક્કે, કેમિકલ ગોડાઉનમાં રિએક્શન ઈનકમફર્ટીબિલીટી આગનું કારણ બન્યાનું તારણ છે. જી.પી.સી.બી.ના મતે અન-ઓર્ગેનિક કેમિકલમાં ઓક્સિડેશનથી આગ પકડાઈ હતી. આ મામલે કલેક્ટરે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગને તપાસ કરી રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. 7 ઇજાગ્રસ્ત કર્મચારીઓ હાલમાં પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

નંદેસરી જી.આઈ.ડી.સીમાં આવેલી દીપક નાઈટ્રેટમાં વિસ્ફોટના લેટેસ્ટ અપડેટ અનુસાર, કેમિકલ અને સોલ્વન્ટના ડ્રમ ભરેલા ગોડાઉનમાં આગ લાગ્યા બાદ સ્ટીમ જનરેટ કરતું બોઇલર આગની ઝપેટમાં આવ્યું હતું. કંપનીમાં શિફ્ટ ચેન્જ સમએજ બોઇલર ફાટ્યું હતું. જોકે, આ દુર્ઘટનામાં 300 કર્મચારીઓના માથેથી ઘાત ટળી હતી. બનાવ સમયે 250 થી વધુ કર્મચારીઓમાં નાસભાગ મચી હતી. જેમાં 7 ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ 5 ને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. હાલ એક પણ કર્મચારી ગંભીર હાલતમાં નથી.

આ આગ બાદ રેડિયાપુરા અને દામાપુરા ગામના ઘરે ઘરે ઝેરી ધુમાડો ઘુસી ગયો હતો. જેને કારણે 700 લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાયા હતા. સલામતીના ભાગ રૂપે કેમિકલ ભરેલી અને ખાલી 100 જેટલી ટેન્કરો 2 કિલોમીટર દૂર ખસેડાઇ હતી, જેથી તેમને કોઈ અસર ન થાય. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી વીજ પુરવઠો બંધ કરી ટોર્ચના સહારે ઓપરેશન પાર પાડવામાં આવ્યું. એન.ડી.આર.એફ ની 3 ટીમ પણ મદેદ પહોંચી હતી, આગ બાદ કોઈ જાનહાનિ છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.

રાત્રે 12 વાગ્યા બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો હતો. આગ લાગવાના કારણ માટે પોલીસ દ્વારા એફ.એસ.એલની મદદ લેવાઈ હતી. જી.પી.સી.બી દ્વારા પ્રદુષણ કેટલું થયું તે મામલે તપાસ શરૂ કરાઇ છે. ફેક્ટરી - બોઇલર, ઇન્સ્પેક્ટર, જી.પી.સી.બી ની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. ફેક્ટરીમાં 12 પ્રચંડ વિસ્ફોટ 4 કિલોમીટર દૂરથી જોઈ શકાતા હતાક, તો 10 કિમી સુધી ધડાકાના અવાજ સંભળાયા હતા. સુરક્ષાના કારણે આસપાસની 20 કંપનીઓ ખાલી કરાવાઈ હતી. કેમિકલની અસથી બચવા ફાયર બ્રિગેડ કર્મચારીઓને ટેન્કરના પાણીથી જ સ્નાન કરાવવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડના એક કર્મચારીઓને શ્વાસોશ્વાસની તકલીફ થતા હોસ્પિટલ ખસેડાયો હતો. 

દીપક નાઈટ્રેટમાં આગની ઘટના અંગે સવાલો ઉઠાવ્યા છે. પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવત અને નરેન્દ્ર રાવતે કંપની પર પહોંચીને મુલાકાત કરી હતી. અમીબેન રાવતે આ અંગે કહ્યુ કે, જી.પી.સી.બીની કામગીરી નિષ્ફળ અને બેદરકારી સામે આવી છે. તેમણે ફેક્ટરી ઈન્સ્પેકટરની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. સાથે જ કંપની સંચાલકો પર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news