રક્ષિત પંડ્યા/રાજકોટઃ કર્મ એ જ ધર્મ છે. આ લખાણ ભાગવત ગીતામાં લખાયેલ છે. મૂળ લાઠીના વતની અને રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર શબ્બીરમિયા કે જેમની હાલમાં ઉંમર 67 વર્ષ છે જેઓ પોતાની ફરજની સાથે સાથે ધર્મનું પાલન કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયમાં હાલ સમગ્ર ભારતમાં લૉકડાઉન આપવામાં આવ્યું છે અને આ સમય દરમિયાન મુસ્લિમ સમજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. આ દરમિયાન ભારતના તમામ મુસ્લિમ સમાજના લોકો લૉકડાઉનના નિયમનું પાલન કરી રહ્યા છે અને પોતાના ઘરે તેમજ કામ પર નમાઝ પઢી રોઝુ ખોલી રહ્યા છે. 


રાજકોટના BRTS બસ સ્ટોપ પર ફરજ સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા શબ્બીરમિયા દલ કર્મ એ જ ધર્મની ફિલોસોફીને માની રહ્યા છે અને પોતાના કામ પર જ BRTS સ્ટોપ ખાતે જ નમાઝ પઢવા અને દુઆ અદા કરવા ચાદર પાથરી નિયત સમયે નમાઝ પઢી કર્મની સાથે ધર્મ નું પાલન કરે છે. હાલના સમયે શબ્બીરમીયા દલ તમામ જીવ જગતજનોને ખૂબ સારો રાહ ચીંધી રહ્યા છે અને સમાજ ને એક સારો સંદેશ પણ પાઠવી રહ્યા છે.


સમગ્ર દેશને હચમચાવી દેનાર સુરત તક્ષશિલા અગ્નિકાંડની આજે પ્રથમ વરસી


ઉલ્લેખનિય છે કે રમઝાન માસ દરમિયાન સવારે 4.25 વાગ્યાથી સરગી કરી રોઝુ બાંધવામાં આવે છે અને સાંજના 7 વાગ્યા સંધ્યા સમયે રોઝુ છોડવામાં આવે છે. બાદમાં નમાઝ પઢવામાં આવે છે. આ સમય દરમિયાન આખો દિવસ રોઝુ રહેનાર વ્યક્તિ ન તો પાણી પીવે છે, ના તો અનાજનો કોઈ દાણો મોઢામાં મૂકે છે તેમજના તો પોતાનું થુંક પણ ગળે ઉતારે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર