તેજસ દવે/મહેસાણા: કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતાં એક પછી એક ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ મંદિરો ખૂલી રહ્યા છે. જેમાં ફરી એકવાર શક્તિપીઠ બહુચરાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. ભક્તો હવે સવાર સાંજ આરતીના દર્શનનો લ્હાવો લઈ દર્શન કરી શકશે. બહુચરાજી મંદિર સવારે 5:30 થી રાત્રે 9:30 સુધી ખુલ્લું રહેશે. કોરોના કેસ ઘટતા દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે બહુચરાજી ખાતે બહુચર માતાજીના મંદિરમાં હવે અગાઉની જેમ સવારે 5-30 થી રાત્રે 9-30 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. તેમજ સવાર-સાંજની આરતીમાં શ્રદ્ધાળુઓ ભાગ લઇ શકશે. મંદિર ટ્રસ્ટ દ્વારા સોમવારથી જ દર્શનમાં છૂટછાટ અપાતાં શ્રદ્ધાળુઓની આનંદની લાગણી છવાઇ હતી.


ગત માસથી દર્શનની છૂટ અપાઇ હતી. પરંતુ સવાર-સાંજ આરતીમાં પ્રવેશ અપાતો ન હતો. કોરોના નહીંવત થતાં હવે બહુચરાજી મંદિર દ્વારા દર્શનના સમય રાબેતા મુજબ કરવામાં આવ્યો છે. આજથી (શિવરાત્રિ) મંદિરમાં દર્શનનો સમય સવારે 5-30થી રાત્રે 9-30 વાગ્યા સુધીનો રહેશે. સવાર અને સાંજની આરતીમાં હવે ભક્તોને પ્રવેશ મળી શકશે. રોજ આનંદના ગરબાનો સમય સાંજે 6-10 વાગ્યાનો રહેશે.


ધાર્મિક મહત્ત્વ
બહુચર માતા એક ચારણની પુત્રી હતાં, બાપલ અને દેઠા તેમની બહેનો સાથે તે મુસાફરી કરી રહ્યાં હતાં. ત્યારે બાપીયા નામના લૂંટારાએ તેમના પર હુમલો કર્યો, ત્યાં પ્રથા હતી કે જો શત્રુઓ વધારે હોય તો શરણાગતિ ન સ્વીકારીને મૃત્યુનો સ્વીકાર કરવો. કોઇ ચારણનું લોહી વહાવવું તે ગંભીર પાપ માનવામાં આવે છે. જ્યારે બાપીયાએ હુમલો કરીને બહુચરાજી અને તેમની બહેનોના સ્તન કાપી નાંખ્યા. દંતકથા પ્રમાણે, બાપીયા શાપિત હતા, અને શ્રાપના કારણે તે નપુંસક બન્યા હતા. તેમના પરથી શ્રાપ ઉઠાવી લીધા બાદ તે બહ્યખરા માતા બની એટલે કે મહિલાનો શણગાર કરતી હતી.


ભારતના હિજગ્રામ સમુદાય આજે બહુચર માતાની ભક્તિ અને પૂજા કરે છે. તેમના અનુયાયીઓ અહિંસામાં માને છે. શ્રી બહુચર માતાજીનું મંદિર ૫૧ શક્તિપીઠો પૈકીનું એક છે, જ્યાં દક્ષ પ્રજાપતિની દીકરી સતીનો હાથ પડયો હતો.


ઇતિહાસ
બહુચર માતાનું મંદિર બેચરાજી શહેરના મધ્યમાં આવેલું છે. આ મંદિર કિલ્લા અને દ્વારનું નિર્માણ મનાજીરાવ ગાયકવાડ દ્વારા સંવત 1783 અથવા 1839 માં કરવામાં આવ્યું હતું. તે સમયે કાદીના સુબા નામના વ્યક્તિએ મંદિરની જાળવણી માટે 3 ગામો આપ્યા, આ ગામોને 10,500 રૂપિયામાં પ્રતિવર્ષ જાળવણી કરવા માટે ચૂકવવામાં આવ્યા હતા. આ વ્યવસ્થા સરકારી નિયંત્રણ હેઠળ રાખવામાં આવી હતી. આ મંદિરના વિકાસ માટે સયાજીરાવ ગાયકવાડે જી.બી.આર. રેલવે વિસ્તરણ કર્યું હતું. જે તેમના રાજ્યના નિયંત્રણ હેઠણ બેચરાજી સુધી હતું.


કેન્દ્ર મંદિરનું નિર્માણ મરાઠા દ્વારા કરવામાં આવ્યું હતું. તેનોે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. સંત કપિલદેવ વરખડીએ મંદિરનું નિર્માણ કર્યું હતું, અને ત્યાર બાદ કલરી રાજા તેજપાલ દ્વારા તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી આ મંદિરનો ફરીથી એકવાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.


વિક્રમ સંવત કેલેન્ડર મુજબ મહિનાના ૧૫ દિવસ એટલે કે દરેક પૂનમની રાત્રિએ અને આસો સુદ આઠમના દિવસે તથા ચૈત્રી સુદના રોજ પોલીસ માતાજીને સલામી આપે છે. તેઓ માટે આ મહત્ત્વનો દિવસ ગણવામાં આવે છે.


મંદિર વિશે
બહુચર માતાનું મંદિર એક મોટા સંકુલમાં છે, તેમાં મુખ્ય ત્રણ મંદિરો આવેલા છે, જેમાં અધ્ય સ્થાન, મધ્ય સ્થાન અને મુખ્ય મંદિર. મુખ્ય મંદિરમાં સ્ફટિકના બનેલા બાલા યંત્રની સોનાથી પૂજા કરવામાં આવે છે, શ્રી બહુચરી એક સિદ્ધ શક્તિ છે.


ધાર્મિક માન્યતાઓ
શ્રી બહુચર માતા કૂકડાની સવારી કરે છે. ગુજરાતમાં સોલંકી રાજવંશના સમયગાળા દરમિયાન પાળેલા કૂકડાં રાજ્યના ધ્વજ પ્રતિક હતાં. માતાજીના પાદરી સાથે સંકળાયેલા ઘણા ચમત્કારો અને દંતકથા છે, માતાજીના ભક્તો તેને પવિત્ર માને છે, અને હૃદયપૂર્વક આસ્થા સાથે તેની પૂજા કરે છે.


હિન્દુ ધર્મ મુજબ ચૌલ ક્રિયા એટલે કે બાબરી, માનસરોવર તળાવ નજીક બાળકોના વાળ ઉતારવામાં આવે છે. માનવામાં આવે છે, કે આ તળાવે શ્રી કૃષ્ણની પણ બાબરી ઉતાવવામાં આવી હતી. મંદિર સંકુલમાં શ્રી ગણેશ, શ્રી નારસંગવીર મંદિર, શ્રી નીલંકઠ મહાદેવ, શ્રી સાહેરી મહાદેવ, શ્રી સિદ્ધાર્થ મહાદેવ, શ્રી ગુંટેશ્વર મહાદેવ, શ્રી ભુલેશ્વર મહાદેવ, શ્રી કાચોલિયા હનુમાન, શ્રી ચાચર વગેરેનું મંદિર છે, તથા શ્રી ચાચર મંદિરના ની સામે હનુમાન મંદિર, હવનનું સ્થાન, માતાજીની બેઠક અને આધારસ્તંભો સાથે મહેમાનને રહેવા માટેની સુવિધા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube