ગાંધીનગર: હાલ કોરોના જે પ્રકારે બેકાબુ થઇ રહ્યો છે તેના કારણે રાજ્યનાં ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ સહિતની તમામ કડકાઇ વર્તવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેના માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને સ્ટેડિયમમાં યોજાયેલી મેચને માનવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન જે પ્રકારનાં તાયફાઓ કર્યા અને નેતાઓ બેશરમ બનીને જે નાચ કર્યા કર્યા તેના કારણે કાબુમાં આવી ગયેલો કોરોના ફરી એકવાર બેકાબુ થયો છે. જેનું ફળ જનતાને ભોગવવાનો વારો આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લંપટ ગુરૂએ ટાઇમપાસ માટે પહેલાં પ્રેમ સંબંધ બાંધ્યો પછી ઠંડા કલેજે કરી હત્યા, જાણો સમગ્ર મામલો


ગુજરાત સરકાર વિરુદ્ધ અત્યારે લોકોમાં ખુબ જ રોષની લાગણી જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શાળાઓ, કોલેજો, બાગ બગીચાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જો કે જેમાં સરકારનો લાભ હોય તેવા સ્ટેચ્યુ ઓફ યુનિટી નામનો ગુજરાતનો સૌથી મોટો બગીચો ખુલ્લો રાખવામાં આવ્યો છે. સ્થાનિક બાગ બગીચા બંધ કરી દેવાયા છે. તેવામાં ચૂંટણીની જાહેરાતથી નાગરિકો ભડકી ગયા છે. સોશિયલ મીડિયા પર સરકારની ખુબ જ ફજેતી થઇ રહી છે. લોકોનો રોષ સોશિયલ મીડિયા જોવા મળી રહ્યો છે. 


AHMEDABAD: વિજય નેહરા પાસે સરકારે પદ તો ખાલી કરાવ્યું પરંતુ બંગલો ખાલી ન કરાવી શકી


અત્રે ઉલ્લેખનીય છે કે, લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે, હવે કોરોના નથી? સરકાર પોતાના તાયફાઓ કરવામાં જરા પણ શરમ નથી રાખી રહી પરંતુ જ્યારે નાગરિકોનાં ધંધા રોજગાર કે સગવડની વાત આવે ત્યારે સરકાર આવી જાય છે અને લોકોની જાન લીલા તોરણે પરત પણ મોકલે છે. નાગરિકો પાસેથી 1000 રૂપિયા માસ્કનાં નામે ઉઘરાવે છે ત્યારે શું નેતાઓને કોરોના નથી નડતો. તેમને માસ્ક ન પહેર્યું હોય ત્યારે સરકાર શા માટે તેમની પાસે ન દંડ વસુલે પોલીસ પણ આંખો બંધ કરીને આંખ આડા કાન કરે છે. 


અમદાવાદ-સુરત બાદ ગુજરાતના ત્રીજા શહેરમાં કરફ્યૂના સમયમાં વધારો કરાયો


કોરોના હાલ તેના ચરમ પર છે ત્યારે ચૂંટણીની જાહેરાત કરવી કેટલી યોગ્ય તેવા સવાલો ઉઠી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં ચુંટણી જાહેર કરવામાં આવી છે. 5 મે એ મુદત પૂર્ણ થાય છે, જેના કારણે ચૂંટણી અનિવાર્ય હોવાનું કમિશ્નર જણાવી રહ્યા છે. 27 માર્ચે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. 1 એપ્રિલ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 3 એપ્રિલ સ્ક્રુટિની કરવામાં આવશે. 18 એપ્રિલે મતદાન યોજવામાં આવશે. 19 એપ્રિલે પુન મતદાન જરૂર પડે તેવી સ્થિતીમાં 20 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આજથી આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ચુકી છે. 5 એપ્રિલ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ રહેશે. સવારે 7 થી સાંજે 6 સુધી મતદાન થશે. EVM થી ચૂંટણી થશે. 284 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે. 69 મતદાન સંવેદનશીલ અને 34 મતદાન મથક અતિ સંવેદનશીલ 2,82,988 મતદારો મતદાન કરશે. કોવિડ સંક્રમિત વ્યક્તિ પણ PPE કીટ થી મતદાન કરી શકશે. 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube