વલસાડ: એક તરફ કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તે માટે સરકાર દ્વારા માત્ર સામાન્ય જનતાને જ અપીલ કરવામાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ભાજપનાં નેતાઓને આ નિયમ નડતો જ નથી. પોલીસ પણ અહીં કોઇ કાર્યવાહી કરતી નથી. આવી ઘટનાઓ ભાજપનાં પ્રમુખ સી.આર પાટીલથ માંડીને સામાન્ય કાર્યકર્તાઓ સુધી જોવા મળે છે. વલસાડના ભાજપના નેતા કેતન વાંઢુનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રેઇનડેડ દર્દીના પરિવારની અનોખી માનવતા, દરેક માટે કાયમ કરી અનોખી મિશાલ


આ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, બેશરમ નેતાએ લગ્નની ડીજે પાર્ટી રાખી હતી. આટલું ઓછું હોય તો હજારો લોકો બેશરમ બનીને નાચી રહ્યા હતા. જો કે આ વીડિયો ફરતા થયા બાદ ગઇકાલે રાત્રે પોલીસે શરમે ધરમે કાર્યવાહી કરી હતી. 10 લોકોની આ મુદ્દે અટકાયત કરવામાં આવી હતી. જો કે આટલું મોટુ આયોજન થયું અને સેંકડો લોકો હાજર રહ્યા તેની પોલીસને જાણ પણ થઇ નહોતી. અથવા તો જો જાણ હતી તો નેતાજીની શરમ તો રાખવી પડેને તે માટે આંખ આડા કાન કર્યા હતા. આ એજ ગુજરાત પોલીસ છે જેણે અમરેલીમાં સમુહ લગ્નમાં 17 જાનને પરણ્યા વગર પાછીમોકલી દીધી હતી. 


રાજકોટ AIMS બાદ લાઇટ હાઉસ પ્રોજેક્ટનું પણ ઇ ખાતમુહૂર્ત કરશે PM મોદી


જો કે વીડિયો સોશિયલ મીડિયા અને મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ ભોંઠી પડી હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, ભાજપનાં નેતા કેતન વાંઢુએ પોતાના લગ્નમાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર કરીને તેમાં હાજર મહેમાનોને કોઇ પણ પ્રકારની કોરોના ગાઇડલાઇનને ફોલો કર્યા વગર મ્યુઝીકનાં તાલે નાચી રહ્યા હતા. પોલીસે આ મુદ્દે શરમે ધરમે 8 લોકોની અટકાયત કરી હતી. પોલીસે તમામ વિરુદ્ધ 19ના જાહેરનામા ભંગ અને ભીડ એકત્ર કરવા બદલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube