રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા સહિત રાજયમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા છે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વડોદરાના વાઘોડીયા તાલુકાના કાશીપુરા ગામની મુલાકાત લઈ પાણીની ભયંકર સમસ્યા હોવાનો દાવો કરી તંત્રની પોલ ખુલ્લી પાડી છે. શંકરસિંહની મુલાકાતથી વડોદરાનું રાજકારણ ગરમાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઘોડીયા તાલુકાના કાશીપુરા ગામમાં 30 વર્ષથી લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. લોકો પીવાના પાણી માટે ગામ નજીક બે કિલોમીટર દુર ચાલી કુવામાંથી પાણી ભરે છે. ગામના લોકોને પડતી પીવાના પાણીની મુશ્કેલી વિશે જાણી શંકરસિંહ વાઘેલા કાશીપુરા ગામે સમર્થકો સાથે લોકોને મળવા દોડી આવ્યા. ગામની મહિલાઓએ શંકરસિંહ વાઘેલાને રજુઆત કરતા શંકરસિંહે રાજયપાલને મળી રજુઆત કરીશ તેવું આશ્વાસન આપ્યું. શંકરસિંહે ગુજરાતમાં 60 ટકા ગામડાઓમાં લોકોને પીવાનું પાણી નથી મળતુ તેમ કહી સરકાર પર પ્રહાર કર્યા. આ સાથે જ એનસીપી વોટર રેઈડ કરી સરકારના દાવાની પોલ ખોલી રહી હોવાનું કહ્યું. 


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...