`પહેલા કોંગ્રેસના સાંસદ હતા હવે 100 કરોડ સનાતનીઓના નેતા છે`, જાણો કોણે કરી ગેનીબેનની પ્રશંસા
Avimukteshwaranand Saraswati News: જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ગુજરાતમાંથી જીતેલા કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોરને સનાતન ધર્મના નેતા ગણાવ્યા છે. જી હા... શંકરાચાર્યએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગનો લોકસભામાં ઉલ્લેખ કરવા બદલ તેમની ભરપૂર પ્રશંસા કરી છે. શંકરાચાર્યએ કહ્યું છે કે ગેનીબેને પોતાનું વચન પૂરું કર્યું છે.
Avimukteshwaranand Saraswati News: ગુજરાત કોંગ્રેસના એકમાત્ર લોકસભા સભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા લોકસભામાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાના મુદ્દો ઉઠાવતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે ખુશી વ્યક્ત કરી છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું છે કે ચૂંટણી પહેલા ગેનીબેને જે વચન આપ્યું હતું, તે પૂર્ણ કર્યું છે. જ્યોતિમઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું છે કે તેમની પાર્ટી લાઇનથી ઉપર ઉઠીને ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ લોકસભામાં ઉઠાવી છે. આવી સ્થિતિમાં તે હવે માત્ર તેમના વિસ્તારના જ નહીં પરંતુ ભારતના 100 કરોડ સનાતન ધર્મીઓની પણ નેતા બની ગયા છે.
પર્વત આકારનો મેઘ ચઢશે તો ગુજરાતમાં અહીં સો ટકા આવશે પૂર! ધુઆંધાર રાઉન્ડ માટે તૈયાર..
ઉઠાવ્યા અવિમુક્તેશ્વરાનંદની માંગ
2024ની લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી જીત્યા હતા. 2014 અને 2019માં કોંગ્રેસ પાર્ટીને ગુજરાતમાં એક પણ બેઠક મળી ન હતી. 2024માં કોંગ્રેસના ખાતામાં બનાસકાંઠાની બેઠક આવી હતી. ગેનીબેન ઠાકોરે 5 ઓગસ્ટે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.
ન્યાય યાત્રાનો રોડમેપ રેડી! આ તારીખથી ગુજરાતમાં શરૂ થશે ધમાચકડી, રસ્તા પર ઉતરશે લોકો
આ સાથે ગેનીબેન ઠાકોરે પશુપાલન અને ગૌ રક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ તેમણે જ્યોતિમઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની માંગનો ઉલ્લેખ લોકસભામાં કર્યો હતો. જ્યોતિમઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો અપાવવા માટે પદયાત્રા કાઢી હતી. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે ગેનીબેને સાબિત કર્યું કે આખરે કોઈ તો છે જે ગાય માતાનો અવાજ ઉઠાવી શકે છે.
ગુજરાતનો પ્રથમ કિસ્સો; સ્કૂલના વિદ્યાર્થીઓને અપાશે નેશનલ ખેલાડીઓ પહેરે એવા કપડાં-બૂટ
18 ટકા GST હટાવવાની માંગ
ગેનીબેન ઠાકોરે લોકસભામાં કહ્યું હતું કે, પશુપાલકો ગાય અને અન્ય પ્રાણીઓની સુરક્ષા માટે વીમો લે છે. આના પરથી 18 ટકા જીએસટી હટાવવો જોઈએ. ગેનીબેન ઠાકરે કહ્યું હતું કે કતલખાનાના સંચાલકો પાસેથી ફંડ લેનારાઓના નામ પણ જાહેર કરવા જોઈએ. આ ઉપરાંત ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગાયો અને અન્ય પશુઓ માટે ગૌચરની જમીનો હતી. તેણે ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવી છે. જેના કારણે પશુપાલકો અને જંગલી પશુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.