પર્વત આકારનો મેઘ ચઢશે તો ગુજરાતના આ વિસ્તારમાં આવશે પૂર! ધુઆંધાર રાઉન્ડ માટે તૈયાર રહેજો!

Ambalal Patel Prediction: ગુજરાતમાંથી હાલ વરસાદ ગાયબ થયો છે. જોકે, ગુજરાતમાં વરસાદનો જલ્દી જ એક નવો રાઉન્ડ આવશે. અંબાલાલ પટેલે ઓગસ્ટમાં ચોમાસાનો નવો રાઉન્ડ કેવો હશે તેની ભવિષ્યવાણી કરી દીધી છે. ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈને ઘાતક આગાહી સામે આવી છે. એક સાથે બબ્બે વરસાદી સિસ્ટમ સક્રીય થયા હોવાથી સ્થિતિ વિકટ બની શકે છે.

1/9
image

ગુજરાતમાં 8 તારીખથી લઈને 30 ઓગસ્ટ સુધીના વરસાદની આગાહીઓ અને અનુમાનો કરી દેવામાં આવ્યાં છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું હતું. વધુમાં એમણે જણાવ્યુંકે, 23 ઓગસ્ટ પછી ગુજરાતમાં પર્વત આકારનો મેઘ ચડે ત્યા વરસાદ પડવાની સંભાવના છે.   

2/9
image

અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ દરેકે સતર્ક રહેવાની જરૂર છે. કારણકે, એક સાથે રાજ્યમાં બબ્બે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે. આ સ્થિતિ કંઈક નવાજૂની કરી શકે છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યા કેવો વરસાદ રહેશે તે અંગે પણ અંબાલાલ પટેલે મહત્ત્વની આગાહી કરી છે. તેમણે કહ્યું છેકે, હાલ ભલે થોડા દિવસથી વરસાદની તીવ્રતા ઘટી હોય પણ હજુ વરસાદનો ધુઆંધાર રાઉન્ડ બાકી છે. ગુજરાતમાં આગામી 8 અને 9 ઓગસ્ટના રોજ સુરત, નવસારી વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 

3/9
image

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં સક્રિય બનેલા થંડર સ્ટ્રોમની સ્થિતિને કારણે સ્થિતિ વિકટ બની શકે છે. કારણકે, આ થંડર સ્ટોમ એક્ટિવિટીના લીધે ગુજરાતમાં 45 થી 50ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. થંડર સ્ટોમ એક્ટિવિટીના લીધે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ,દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. 

4/9
image

આગામી મહિનામાં વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો ભારેથી અતિભારે રહેશે. ઓગસ્ટ માસમાં મધ્યમ અસરની ખોટ સપ્ટેમ્બરમાં પુરાવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફિયરીંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે. 8થી 14 ઓગસ્ટ સુધીમાં દેશભરમાં સારા વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 

5/9
image

આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 8-9-10 ઓગસ્ટએ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. 11-12 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 23 ઓગસ્ટથી વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 2 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતનાં ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શક્યતા છે. 

ગુજરાતમાં હવે પૂર જેવો વરસાદ આવશે

6/9
image

દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી છે. ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. 

7/9
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, હાલ ગુજરાત પર કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. પરંતુ ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ઝાપટાં થઇ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે. પરંતુ હવે આ ઝાપટાંની તીવ્રતા, સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે. ખેતીકામમાં અડચણરૂપ થાય તેવા ઝાપટાં પડવાની હાલ કોઇ શક્યતા નથી.

8/9
image

પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, 9 અથવા તો 10મી તારીખે એક વરસાદનો રાઉન્ડ આવશે. બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવશે જેના કારણે રાજ્યમાં વરસાદ આવશે. 9 કે10મી ઓગસ્ટે વરસાદની જે સિસ્ટમ ચાલુ થશે તે લગભગ 11 કે 12 તારીખે પૂર્ણ થઇ જશે. આ રાઉન્ડ બે કે ત્રણ દિવસનો જ હશે. બહું લાંબો રાઉન્ડ નહીં હોય.

9/9
image

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં 8 અને 9 ઓગસ્ટના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી છે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.