ઝી બ્યુરો/જૂનાગઢ: બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસા અને હિંદુઓ પર અત્યાચાર મુદ્દે જગતગુરુ શંકરાચાર્ય નરેન્દ્રનંદ સરસ્વતી આકરા પાણીએ દેખાઈ રહ્યા છે. સનાતની હિન્દુઓએ નપુંસક ન બનવા જૂનાગઢના ભવનાથમાં ચાતુર્માસ કરવા પધારેલ શંકરાચાર્યએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શું....અચાનક આટલું સસ્તું થઈ ગયું સોનું? ફટાફટ ચેક કરી લો સોના-ચાંદીના ભાવ


બાંગ્લાદેશમાં અનામત હટાવવાની માંગ સાથે શરૂ થયેલા આંદોલનમાં ફાટી નીકળેલી હિંસામાં વિરોધીઓ હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. જેના વિરોધમાં હવે બાંગ્લાદેશના હિન્દુઓ પણ પ્રદર્શન કરી પોતાની સુરક્ષાની માંગ કરી રહ્યા છે. જૂનાગઢના ભવનાથ મંદિર સ્થિત બનારસથી ચાતુર્માસ કરવા આવેલા જગતગુરુ શંકરાચાર્ય અનંત વિભૂષિત નરેન્દ્રનંદ સરસ્વતીએ શેખ હસીના પર આકરા શાબ્દિક પ્રહારો કરી હિન્દુઓને નપુંસક ન બનવા આવહન કર્યું હતું. 


કોઈને આશા નહતી કે આટલી સસ્તી હશે નવી થાર! 5 ડોરવાળી થાર રોક્સ લોન્ચ, જાણો વિગતો


તેમણે જણાવ્યું કે બાંગ્લાદેશમાં 10 હજાર હિન્દુઓના ઘર સળગાવ્યા છે, હિન્દુઓએ હવે એક હાથમાં ગીતા અને બીજા હાથમાં હથિયાર લેવાનો સમય આવી ગયો છે, બાંગ્લાદેશની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે કેમ કે બાંગ્લાદેશની સેના ગદાર છે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી કઠપૂતળી છે. તેમજ આઈએસઆઈ અને જમાતીઓને યમરાજાની સેવામાં મોકલવા જોઈએ અને શેખ હસીનાને ભારતની બહાર મોકલી દેવા જોઈએ. 


મુકેશ અંબાણી લાવ્યા ગજબનો પ્લાન, 48 કરોડ જિયો યૂઝર્સ આનંદો, હવે ધરાઈને વાપરો ડેટા!


બાંગ્લાદેશમાં અઢી કરોડ જેટલા હિન્દુઓએ અલગ દેશની માંગ કરવી જોઈએ. અગાઉ નાલંદા તક્ષશીલાને વિધર્મીઓએ સળગાવી હતી, માટે હિન્દુઓએ હવે જાગવાની જરૂર છે.