મુકેશ અંબાણી એવો ધાંસૂ પ્લાન લાવ્યા...48 કરોડ જિયો યૂઝર્સને પડી ગઈ મોજ, હવે ધરાઈને વાપરો ડેટા!

જિયો પોતાના ગ્રાહકોને હજુ પણ અનેક સારી ઓફર આપે છે. જો તમારી પાસે પણ જિયોનું સિમ હોય અને સસ્તા પ્લાન શોધતા હોવ તો કંપનીએ એક નવો પ્લાન શરૂ કર્યો છે. આ પ્લાનમાં તમને શું સુવિધાઓ મળશે તે ખાસ જાણો....

મુકેશ અંબાણી એવો ધાંસૂ પ્લાન લાવ્યા...48 કરોડ જિયો યૂઝર્સને પડી ગઈ મોજ, હવે ધરાઈને વાપરો ડેટા!

રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. જેના 48 કરોડથી વધુ ગ્રાહકો છે. કંપનીએ હાલમાં જ મોબાઈલ રિચાર્જ પ્લાનમાં ફેરફાર કર્યા છે. જેમાંથી અનેક પ્લાન હટાવી દેવાયા છે અને મોટાભાગના પ્લાનની કિંમતો વધારી દેવાઈ છે. પરંતુ જિયો પોતાના ગ્રાહકોને હજુ પણ અનેક સારી ઓફર આપે છે. જો તમારી પાસે જિયોનું સિમ કાર્ડ હોય અને તમે પણ સસ્તા રિચાર્જ પ્લાનની શોધમાં હોવ તો કંપનીએ એક નવો રિચાર્જ પ્લાન શરૂ કર્યો છે. જાણો તેના વિશે...

Jio Freedom plan
Jio Freedom planની કિંમત 355 રૂપિયા છે અને તે પૂરા 30 દિવસની વેલિડિટી માટે આવે છે. જે બાકીના જિયો પ્લાન્સથી અલગ છે. જિયોના ગ્રાહકોને તેમાં 30 દિવસ સુધી ફ્રી કોલિંગ મળશે. આ સિવાય, આ પ્લાનમાં કુલ 25GB ડેટા મળશે અને તેની ખાસ વાત એ છેકે તેમાં રોજ ડેટાની કોઈ લિમિટ નથી. તમે ઈચ્છો તો બધો 25જીબી ડેટા એક જ દિવસમાં વાપરી શકો કે પછી 30 દિવસમાં. આ પ્લાનમાં રોજ 100 એસએમએસ ફ્રી પણ મળશે. 

Jio Rs 349 Plan
જિયોએ પોતાના હીરો પ્લાન્સમાં એક નવો પ્લાન પણ લોન્ચ કર્યો છે. જેની કિંમત 349 રૂપિયા છે. આ પ્લાન એવા લોકો માટે સારો છે જે ઓછા સમયમાં વધુ ડેટા ઈચ્છે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે અને તેમાં તમે કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ ફોન કરી શકો છો. 

આ પ્લાનમાં તમને કુલ 56GB મળશે એટલે કે રોજ 2 જીબી ડેટા મળશે. આ પ્લાનની  ખાસ વાત એ પણ છે કે તેમાં તમને 5જી ડેટા પણ મળશે. જો તમારા વિસ્તારમાં 5જી ઉપલબ્ધ હોય તો તમે તેનો ફાયદો ઉઠાવી શકો છો. આ  ઉપરાંત આ પ્લાનમાં જિયો સિનેમાની ફ્રી સદસ્યતા, જિયો ટીવી અને જિયો ક્લાઉડનો પણ ઉપયોગ કરવા મળે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news