શેખ બાબુ મર્ડર કેસ: CID ક્રાઇમે 6 પોલીસ કર્મી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ, મૃતદેહ અંગે હજી ફાંફા
મુલ તેલંગાણાના વતની શેખ બાબુ વડોદરા આવ્યા બાદ 10 ડિસેમ્બર, 2019ના દિવસે ગુમ થઇ ગયો હતો અને ત્યારબાદ ફતેહગંજ મથકના તત્કાલિન PI ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને PSI દશરથ રબારી સહિત સર્વેલન્સ સ્કવોર્ડનાં 6 પોલીસ જવાનોએ ચોરીની શંકામાં માર મારતા શેખ બાબુનું મોત થયું હતું. આ ચકચારી બનાવમાં 6 આરોપીઓ સામે ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તપાસ ગાંધીનગર CID ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી. તમામ 6 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જો કે ગુમ થયાના એક વર્ષ બાદ હજી સુધી પણ શેખ બાબુનો મૃતદેહ મળ્યો નથી. હત્યાના આરોપીએ CID ક્રાઇમને મૃતદેહ અંગે કોઇ જ માહિતી આપી નથી.
વડોદરા : મુલ તેલંગાણાના વતની શેખ બાબુ વડોદરા આવ્યા બાદ 10 ડિસેમ્બર, 2019ના દિવસે ગુમ થઇ ગયો હતો અને ત્યારબાદ ફતેહગંજ મથકના તત્કાલિન PI ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને PSI દશરથ રબારી સહિત સર્વેલન્સ સ્કવોર્ડનાં 6 પોલીસ જવાનોએ ચોરીની શંકામાં માર મારતા શેખ બાબુનું મોત થયું હતું. આ ચકચારી બનાવમાં 6 આરોપીઓ સામે ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તપાસ ગાંધીનગર CID ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી. તમામ 6 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જો કે ગુમ થયાના એક વર્ષ બાદ હજી સુધી પણ શેખ બાબુનો મૃતદેહ મળ્યો નથી. હત્યાના આરોપીએ CID ક્રાઇમને મૃતદેહ અંગે કોઇ જ માહિતી આપી નથી.
ભેંસ ખરીદવાના બહાને ખેડૂતને બોલાવી હનીટ્રેપમાં ફસાવી 10 લાખની માંગણી કરી, 4ની ધરપકડ
મુળ તેલંગાણાનો રહેવાસી બાબુ અમદાવાદ રહેતો હતો. વડોદરા સહિત વિવિધ શહેરોમાં ફરી ફરીને ચાદરો વેચતો હતો. 10 ડિસેમ્બર 2020 ના રોજ તેમના જમાઇ ઇબ્રાહિમખાન કાસીમખાન પઠાણ (રહે.તેલંગાણા) સાથે વડોદરા આવ્યા હતા. જ્યાં બંન્નેએ સેન્ટ્રલ એસ.ટી ડેપો નજીક નાસ્તો કર્યો હતો. ત્યાર બાદ બાબુ શેખ સાયકલ પર ચાદરો મુકીને ફેરી કરવા માટે ગયો હતો.
વલસાડનાં યુવકની અમેરિકામાં પાયલોટ તરીકે પસંદગી, 1 વર્ષમાં 1 હજાર કિ.મીની મુસાફરીનો રેકોર્ડ
જો કે ફતેહગંજ પોલીસ મથકના સર્વેલન્સના સ્ટાફ જવાનો ટી.પી 13 વિસ્તારમાં રહેતા સતીષ ઠક્કરના ઘરમાં થયેલી ચોરીના ગુનામાં શેખ બાબુ શેખની શકમંદ તરીકે અટકાયત થઇ હતી. ફતેહગંજ પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. જ્યાં કમ્પ્યુટર રૂમમાં ખુરશી પર પટ્ટાથી બાંધી દીધો હતો. ચોરીની કબુલાત કરાવવા માટે શારીરિક અને માસિક ટોર્ચર કરવામાં આવ્યો હતો. થર્ડ ડિગ્રી ટોર્ચર સહી નહી શકવાનાં કારણે તેનું મોત નિપજ્યું હતું. જેના પગલે પીઆઇ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, પીએસઆઇ દશરથ રબારી, કોન્સ્ટેબલ પંકજ માવજી, યોગેન્દ્રસિંહ જીલણસિંહ, રાજેશ સવજી અને હિતેશ શંભુભાઇએ મળીને લાશને સગેવગે કરી હતી.
પાલિકા-નગરપાલિકાઓની રોજબરોજની કામગીરી અધિકારીઓ સંભાળશે, ચૂંટાયેલી પાંખની મુદત પુર્ણ
મોડી રાત સુધી શેખ બાબુ ડેપો પર પરત નહી ફરતા તેઓએ પોતાના તેલંગાણા ખાતે રહેતા સાળા સલીમ બાબુ શેખને ફોન પર જાણ કરી હતી. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં બાબુ શેખ ગુમ થયાની અરજી આપી હતી. સયાજીગંજ પોલીસ મથકના ACP પરેશ ભેંસાણીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી. જો કે તે નહી મળતા બીજી બાજુ બાબુ શેખના પુત્ર સલીમ શેખ અને જમાઇએ ગુમ શેખ બાબુ શેખની તપાસ ચાલુ રાખી હતી. પોલીસ કમિશ્નર સહિત હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
ગુજરાતમાં લવ જેહાદ અંગે કડક કાયદો લાવવા માટે વિવિધ હિંદુ અગ્રણીઓની માંગ
દરમિયાન આ બનાવની તપાસ પોલીસ કમિશ્નર અનુપસિંહ ગેહલોતે ACP જી.એસ પાટીલને કરવા માટે હુકમ કર્યો હતો. એસીપી જીએસ પાટીલે લાંબી તપાસ અને વિવિધ લોકોનાં નિવેદન બાદ તત્કાલીન પીઆઇ ધર્મેન્દ્રસિંહ તેમજ તેમના સર્વેલન્સ સ્ટાફ દ્વારા શેખ બાબુ શેખની અટકાયત કરવામાં આવી હતી. જેમાં માનસિક અને શારીરિક ત્રાસના કારણે આરોપીનું મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું હતું. સાથે લાશ સગેવગે કર્યાનું પણ બહાર આવ્યું હતું. આ ઉપરાંત ફરિયાદની કોપી પણ ડિલીટ કરી હોવાનું બહાર આવ્યું હતું. બી સમરી ભરીને રિપોર્ટ રજુ કરી દેવાયો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube