ઝી બ્યુરો/અમદાવાદ: શેલ્બી એકેડેમી અને સરદાર વલ્લભાઈ ગ્લોબલ યુનિવર્સિટી વચ્ચે બીબીએ ઈન હેલ્થકેર એન્ડ હોસ્પિટલ મેનેજમેન્ટ કોર્સ માટે MOU કરવામાં આવ્યું છે. નેશનલ એજયુકેશન પોલીસી અને યુજીસીની ગાઈડલાઈન અનુસાર શૈક્ષણિક અને ઔધોગિક સંસ્થાના સમન્વયથી નવા અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી તાલીમ આપવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, 3 વરસાદી સિસ્ટમ સક્રિય


આ અનુસંધાને સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા હેલ્થકેર અને હોસ્પિટલ મેનેજમેન્ટ માટે એક નવો અભ્યાક્રમ શરૂ કરવા શેલ્બી એકેડેમી તેમજ શેલ્બી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ સાથે કરાર કરવામાં આવ્યા છે. આ અનુસંધાને સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી દ્રારા હેલ્થકેર અને હોસ્પિટલ મેનેજમેન્ટનો એક નવો અભ્યાસક્રમ બીબીએ ઈન હેલ્થકેર એન્ડ હોસ્પિટલ મેનેજમેન્ટ શરૂ કરવામાં આવશે. શેલ્બી  એકેડેમી તથા શેલ્બી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ આ અભ્યાસક્રમમાં યુનિવર્સિટીના ઈન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે વ્યવસાયિક ટ્રેનીંગ અને વ્યવસાયની તક પુરી  પાડશે. 


અમદાવાદથી જોધપુર માત્ર 6 કલાકમાં : PM ગુજરાતને આપશે ભેટ, જાણી લો કેટલા રૂપિયા ખર્ચાશ


સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી અને શેલ્બી વચ્ચે થયેલા કરાર અન્વયે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA-HHM) નો ત્રણ વર્ષનો ગ્રેજ્યુએટ કોર્સ સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી દ્રારા 2023 ના શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવશે. જેમાં 12માં ધોરણ પછી કોઈ પણ પ્રવાહના વિદ્યાર્થીઓ આ કોર્ષમાં એડમિશન મેળવી શકશે. આ કોર્સ અંતર્ગત ક્લાસરૂમ શિક્ષણની સાથો સાથ હોસ્પિટલ મેનેજમેન્ટને લગતા વિવિધ ક્ષેત્રોમાં શેલ્બી હોસ્પિટલ દ્વારા ટ્રેનીંગ પુરી પાડવામાં આવશે. 


ગુજરાતમા પાટીલનુ સપનુ તોડવાની ગોહિલની તૈયારી, ભાજપનો ચક્રવ્યૂહ તોડવા બનાવ્યો આ પ્લાન


ત્રણ વર્ષના આ અભ્યાક્રમ દરમ્યાન શેલ્બી હોસ્પિટલ 190 દિવસની પ્રેક્ટિકલ ટ્રેનીંગ અને સાથો સાથ તેમને નોકરીની તક પુરી પાડવા અંગેના કરાર બંન્ને સંસ્થાઓ વચ્ચે થયા છે. ચાલુ શૈક્ષણિક વર્ષથી સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવનાર આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પ્રેક્ટિકલ ટ્રેનીંગ અને વ્યવસાયની એક આગવી તક પુરી પાડશે.


ગુજરાત HC એ રાહુલ ગાંધીને ન આપી રાહત, હવે આગળ શું, છેલ્લો રસ્તો કયો?